News of Thursday, 23rd July 2026
ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાને ભારે આર્થિક ફટકો: યુદ્ધના ચક્કરમાં અધધ ₹૩ લાખ કરોડથી વધુ ધૂળધાણી
દૈનિક અબજો રૂપિયાના અંધાધૂંધ ખર્ચથી વોશિંગ્ટનની તિજોરી પર ભારે બોજ: આર્થિક વિશ્લેષકોએ મહામંદીની ચેતવણી આપી

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન સામે વધી રહેલા લશ્કરી તણાવ અને યુદ્ધ જેવા માહોલ વચ્ચે અમેરિકાને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં અમેરિકી તિજોરીમાંથી અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ધુમાડો થઈ ગયો છે; વૈશ્વિક આર્થિક વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, અત્યાધુનિક યુદ્ધવિમાનો, મિસાઈલો, વિમાનવાહક જહાજોની તૈનાતી અને દૈનિક સૈન્ય કામગીરી પાછળ રોજના અબજો ડૉલર પાણીની જેમ વહી રહ્યા છે, જેને પગલે અમેરિકાના અર્થતંત્ર પર અભૂતપૂર્વ બોજ આવી પડ્યો છે, એક તરફ સંઘર્ષ લાંબો ખેંચાવાની ભીતિ છે ત્યારે બીજી તરફ યુદ્ધ પાછળ થઈ રહેલા આ આંધળા ખર્ચને કારણે અમેરિકામાં મોંઘવારી વધી રહી છે અને વૈશ્વિક સ્તરે પણ ભારે આર્થિક અસ્થિરતા સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે.
સેનેટની સમિતિ સમક્ષ હાજર રહેવા દરમિયાન પીટ હેગસેથે આકરા સવાલોના જવાબનો તો સામનો કરવો જ પડયો, પરંતુ તેમની સામે પણ બરોબર નારાબાજી થઈ. ડેમોક્રેટ્સે તો તેમના પર અમેરિકાને એક અંતહીન યુદ્ધમાં ધકેલી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો. હેગસેથે આ આકરા પ્રહારો વચ્ચે જણાવ્યું હતું કે રિપબ્લિકન પાર્ટી તરફથી તૈયાર કરવામાં આવી રહેલું ૯૫ અબજ ડોલરનું ફંડ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પેનું ૧.૫ ટ્રિલિયન ડોલરનું સંરક્ષણ બજેટ લશ્કર માટે ખૂબ જ જરુરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ ફંડ લશ્કરને ન મળ્યું તો તેણે સંસાધનોની મોટાપાયા પરની અછતનો સામનો કરવો પડી શકે છે. સેનેટની સમિતિના ટોચના સભ્ય સેનેટર પેટી મરેએ સરકારના હેતુઓ પર સવાલ ઉઠાવ્યા. મરેએ જણાવ્યું હતું કે આ યુદ્ધ ફરી એક વખત બેકાબૂ થઈ રહ્યું છે. આપણે ક્યારેય ખતમ ન થનારા સંઘર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. મરેએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વારંવાર જણાવે છે કે અમે સમજૂતીની નજીક છીએ અને યુદ્ધ ઝડપથી ખતમ થઈ જશે, પરંતુ એવું કશું થયું નથી. હવે તે ૭૦ અબજ ડોલર માંગે છે. અમને ફક્ત બધુ ઠીક થઈ જશે તેવો ભરોસો રાખવાની વાત કરે છે. આ દરમિયાન જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના વડા જનરલ ડેન કેન અને કૃષિપ્રધાન બૂ્રક રેલિંગ્સે પણ તેમનો અભિપ્રાય રજૂ કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીના બજેટ પ્રસ્તાવમાં યુદ્ધ ફંડ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી બીજી જરુરતો હેઠળ ૬૦ અબજ અને ૧૨ એબજ ડોલર, કૃષિ સહાયતા માટે ૧૦ અબજ ડોલર અને વોટિંગ કાયદામાં ફેરફાર માટે ૧૦ અબજ ડોલર આપવાનો સમાવેશ થાય છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ધમકી આપી છે કે ઇરાન હોર્મુઝમાંથી પસાર થતાં કોઈ જહાજ પર હુમલો કરશે તો તેના જવાબમાં તેનું વીજમથક ઉડાવાશે અથવા તો તેનો પુલ ઉડાવી દેવામાં આવશે. તેથી ઇરાને છેલ્લા ત્રણ મહિનામા કુલ ૩૦થી વધુ કોમર્સિયલ જહાજો પર હુમલો કર્યો છે. તેના કારણે ટ્રમ્પ ગીન્નાયા છે. અમેરિકાનું કહેવું છે કે હોર્મુઝ હજી પણ વ્યવસાયિક જહાજો માટે ખૂલ્યું છે, પરંતુ ઇરાન માટે નહીં.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
