News of Thursday, 23rd July 2026
તબીબી વિજ્ઞાનની અદ્ભુત ઘટના: ઓસ્ટ્રેલિયન મહિલાએ એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીઓને જન્મ આપ્યો
કુદરતનો અનન્ય ચમત્કાર: ચારેય નવજાત બાળકીઓ અને માતા સંપૂર્ણ સ્વસ્થ:તબીબો અને પરિવારમાં અસીમ આનંદ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં તબીબી જગતને આશ્ચર્યચકિત કરી દેતી એક અત્યંત દુર્લભ અને અદ્ભુત ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ એકસાથે ચાર જોડિયા (ક્વાડ્રુપ્લેટ્સ) બાળકીઓને સફળતાપૂર્વક જન્મ આપ્યો છે અને વિશેષ વાત એ છે કે આ ચારેય બાળકીઓ એકસરખી દેખાતી 'હમશકલ' છે; નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર, આવા કિસ્સા લાખોમાં એકાદ વાર જ જોવા મળતા હોય છે જ્યાં એક જ ફલિત અંડકોષમાંથી ચાર સમાન બાળકોનો વિકાસ થાય છે, બાળકીઓના જન્મ બાદ હોસ્પિટલના તબીબો અને સમગ્ર સ્ટાફે ભારે ખુશી વ્યક્ત કરી છે, હાલમાં ચારેય નવજાત શિશુઓ અને તેમની માતા સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું હોસ્પિટલ વર્તુળો દ્વારા જણાવાયું છે
તબીબી નિષ્ણાતોના મતે આ દુર્લભ ગર્ભાવસ્થામાં એક જ ફળદ્રુપ ઈંડુ ચાર ભાગમાં વિભાજિત થયું, જેમાંથી ચાર બાળકીઓનો જન્મ થયો. સૌથી અનોખી વાત એ છે કે ચારેય ભૂ્રણ એક જ પ્લેસેન્ટાથી જોડાયેલા હતા, જે ચિકિત્સા વિજ્ઞાાનમાં અત્યંત અસામાન્ય સ્થિતિ માનવામાં આવે છે. આ જ કારણે સમગ્ર ગર્ભાવસ્થાને અત્યાધિક જોખમી માનવામાં આવી અને સમગ્ર સમય દરમ્યાન ચિકિત્સકોએ મહિલાની વિશેષ દેખરેખ રાખી. ગર્ભાવસ્થાના પચ્ચીસમાં અઠવાડિયામાં જ જેનીટારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેથી માતા અને બાળકીઓની સતત દેખરેખ રાખી શકાય. સુરક્ષિત પ્રસવ પછી બાળકીઓના નામ એમિલી, હૈરિયટ, કૈથરીન અને અલેક્સા રાખવામાં આવ્યા. ચોથી બાળકીનું નામ ઉપચાર કરનાર ડોક્ટર અલેક્સા બેંડલના સન્માનમાં રાખવામાં આવ્યું. હાલ ચારે નવજાત સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમના પૂર્ણ વિકાસ સુધી તેમને એનઆઈસીયુમાં ઈન્ક્યુબેટરમાં રાખવામાં આવી છે. જેનીટાર અને તેના પતિ જોર્થમને પહેલેથી ચાર બાળકો છે. હવે પરિવારમાં કુલ આઠ બાળકો સહિત દસ સભ્યો થઈ ગયા છે. એક સાથે ચાર નવજાતની દેખભાળ અને આટલા મોટા પરિવારની જરૂરીયાતને પૂરી કરવી તેમના માટે મોટો પડકાર બની ગયો છે. આ જ કારણે તેમણે હવે વેન ખરીદવા માટે ઓનલાઈન સહાયતા અભિયાન શરૂ કર્યું છે. તેમની ભાવનાત્મક અપીલથી પ્રભાવિત થઈને લોકોએ અત્યાર સુધી ૩૭ હજાર ઓસ્ટ્રેલિયાઈ ડોલર એટલે લગભગ ૨૫ લાખ રૂપિયાથ વધુનો સહયોગ પ્રદાન કર્યો છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
