તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 7th September 2026
યુક્રેન યુદ્ધના મેદાનમાં કાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ રશિયાના રાક્ષસી સૈન્ય સામે ટકવા યુક્રેન હવે ૧૯૭૦ના દાયકાના કટાઈ ગયેલા જૂના હથિયારો સાથે સટાકથી મેદાનમાં ઉતર્યું
પશ્ચિમી દેશોની મદદ સુકાઈ જતાં યુક્રેનિયી ફોજની દયનીય અને કાળજું કંપાવનારી હાલત:પંચાણું ટકા ગોળા-બારૂદ ખાલી થઈ જતાં પિસ્તોલ અને મશીનગનથી લઈને અડધી સદી જૂની તોપો ધાણીફૂટ ચલાવવા મજબૂરઃ રશિયાના આધુનિક કિલર ડ્રોન અને મિસાઈલો સામે ૫૦ વર્ષ જૂના હથિયારોનો રાક્ષસી સંગ્રામ, કાળમુખા યુદ્ધમાં ભયાનક સનસનાટી, ચકચાર અને સન્નાટો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન મહાયુદ્ધના રક્તરંજિત મેદાનમાંથી એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો ઈન્ટરનેશનલ ધડાકો સામે આવ્યો છે! મહાસત્તા રશિયાના અદ્યતન મિસાઈલો, કિલર ડ્રોન અને રાક્ષસી ટેન્કોના તાંડવ સામે હવે યુક્રેન પાસે આધુનિક હથિયારો ખૂટી પડ્યા છે! બચાવ કરવા માટે યુક્રેનિયી સેના હવે કોઈ ઉપાય ન બચતાં ૧૯૭૦ના દાયકાના, એટલે કે પૂરી અડધી સદી જૂના કટાઈ ગયેલા હથિયારો સાથે સટાકથી રણમેદાનમાં કૂદી પડી છે.
રશિયા સામે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેન સામે અણધારી મુશ્કેલી ઊભી થઈ છે. રશિયાના ઝડપી ડ્રોન અને મિસાઇલોને આકાશમાં જ તોડી પાડવા માટે વપરાતા અત્યાધુનિક શોનો જથ્થો હવે યુક્રેન પાસે લગભગ ખતમ થવાના આરે છે. આ ગંભીર કટોકટીને પહોંચી વળવા માટે યુક્રેનિયન વાયુસેનાએ છેવટે ૧૯૭૦ના દાયકાની અપ્રચલિત અને જૂની 'આર-૬૦' મિસાઇલો પોતાના મિગ-૨૯ વિમાનોમાં ફરીથી સજ્જ કરવી પડી રહી છે.
યુક્રેન માત્ર જૂના સોવિયેત વિમાનો માટે જ નહીં, પરંતુ પશ્ચિમી દેશો તરફથી મળેલા અદ્યતન એફ-૧૬ વિમાનો માટે પણ શોની અછત વેઠી રહ્યું છે. આ વિમાનોમાં વપરાતી મિસાઇલો જમીન પરની રક્ષણાત્મક પ્રણાલીમાં પણ વપરાતી હોવાથી તેનો મર્યાદિત ઉપયોગ કરવો પડે છે. પરિણામે, કેટલાક વિમાનોને માત્ર તેમની આંતરિક તોપના સહારે જ આકાશમાં ઉતારવા પડી રહ્યા છે. રશિયાએ તાજેતરના મહિનાઓમાં હજારોની સંખ્યામાં જેટ સંચાલિત ઝડપી ડ્રોન છોડયા છે. ઝડપ વધુ હોવાથી યુક્રેનની તેમને તોડી પાડવાની સફળતાનો દર પહેલાંના ૯૦ ટકાથી ઘટીને ૬૦ થી ૭૦ ટકા સુધી નીચે આવી ગયો છે, જે યુક્રેનિયન સુરક્ષા માટે મોટો પડકાર બની ગયો છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
