<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

આફ્રિકાના નાઇજીરિયા દેશમાંથી માનવજાતને હચમચાવી નાખતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો સૌથી મોટો કાળજું કંપાવી દેતો વિમાન દુર્ઘટનાનો ભાંડો ફોડઃ નાઇજીરિયન વાયુસેનાનું એક વિશાળ પ્લેન અચાનક ભયાનક રીતે ક્રેશ થઈ જતાં અંદર સવાર તમામ ૩૨ લોકોના કમાન્ડો અને સૈનિકો સહિત કરૂણ મોત નિપજતા આખા દેશમાં હાહાકાર અને શોકનો માહોલ છવાઈ ગયો

આકાશમાં ઉડતી વેળાએ જ સર્જાયેલા આ લોહીયાળ નરસંહાર અને મિલિટરી પ્લેન તૂટી પડવાની ઘટનાથી આફ્રિકન એજન્સીઓ અને વૈશ્વિક રક્ષા મંચોના ઉડી ગયા હોશઃ અબુજાથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મોરચેથી એવિએશન જગતને હચમચાવી નાખતો, કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! નાઇજીરિયા દેશમાં વાયુસેનાનું એક અતિ-મહત્વનું સૈન્ય વિમાન (Military Aircraft) કોઈ અગમ્ય કારણોસર આકાશમાંથી અચાનક નીચે ધસી પડ્યું હતું અને એક ભયાનક વિસ્ફોટ સાથે તે જમીન પર તૂટી પડ્યું હતું. આ કરૂણ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ ૩૨ લોકોના ઘટનાસ્થળે જ ભડભડ સળગી જવાથી મોત નિપજ્યા છે.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 32 લોકો સવાર હતા, જેમાં 25 સામાન્ય મુસાફરો અને 7 સૈન્ય ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. નાઇજીરિયાના પ્રમુખ બોલા અહમદ ટિનુબુએ આ ભયાનક અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નાઇજીરિયન વાયુસેનાનું ATR-42 મોડેલનું વિમાન બેનિન સિટીથી લાગોસ તરફ પોતાના નિયમિત મિશન પર ઉડાન ભરી રહ્યું હતું. આ કોઈ વિશેષ ઇમરજન્સી કે ઓપરેશનલ ફ્લાઇટ નહોતી પરંતુ રોજિંદી સામાન્ય સૈન્ય સફર હતી. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં અચાનક એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ક્ષણભરમાં પ્લેન ઓંડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં તૂટી પડ્યું હતું.
નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કીયામોએ ઘટનાક્રમની વિગતો આપતાં જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલે સોમવારે સવારે વિમાન સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યારબાદ વિમાન ક્રેશ થયાની પુષ્ટિ થઈ હતી. પ્લેનનો કાટમાળ કોસ્ટલ વિસ્તાર પાસે મળી આવ્યો હતો. જે બાદ તાબડતોબ બચાવ ટુકડીઓ દોડી ગઈ હતી અને બોટની મદદથી પાણી અને કાંઠાના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

(4:44 PM IST)