તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Friday, 29th May 2026
૫૦૦ કિલો લેગ પ્રેસ કરનારો જાણીતો બોડી-બિલ્ડર બાવીસ વર્ષની નાની વયે મૃત્યુ પામ્યો

લંડન,તા.૨૯: બ્રાઝિલનો જાણીતો બોડી-બિલ્ડર અને ફિટનેસ ઇન્ફલુઅન્સર ગેબ્રિઅલ ગેન્લી તેના ઘરમાં જ મૃત મળી આવ્યો હતો. ખૂબ નાની ઉંમરે ગેબ્રિઅલે બોડી-બિલ્ડિંગની દુનિયામાં નામ કમાઈ લીધું હતું. તેણે લેગ પ્રેસ એક્સરસાઇઝમાં ૫૦૦ કિલો વજન પ્રેસ કર્યું હતું એ વિડિયો વાઇરલ થયા પછી તો ફિટનેસજગતમાં તેની જબરી બોલબાલા વધી હતી. આટલી ફિટ વ્યક્તિ નાની ઉંમરે કેવી રીતે મૃત્યુ પામે એ બાબતે ફિટનેસ નિષ્ણાતો પણ શોક્ડ છે. જોકે ગેબ્રિઅલનું મૃત્યુ થવાનું કારણ બહાર આવ્યું છે એમાં કહેવાય છે કે તે લો બ્લડશુગરને કારણે મૃત્યુ પામ્યો છે. તેના શરીરમાં જીવલેણ સ્તરે શુગર લો થઈ ગયાનું કારણ શું એ હવે સંશોધનનો વિષય છે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
