તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 31st August 2026
ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મહા-ધડાકોઃ ભારતને વિપુલ પ્રમાણમાં યુરેનિયમ સપ્લાય કરવા ઉઝબેકિસ્તાન તૈયાર, સંરક્ષણ અને AI ક્ષેત્રે ભયાનક પાર્ટનરશિપનો નવો યુગ શરૂ
મધ્ય એશિયાની ધરતી પરથી ભારત માટે અતિ સનસનાટીભર્યા અને મસમોટા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચેની હાઈ-પાવર શિખર બેઠકમાં લેવાયો ઐતિહાસિક અને રાષ્ટ્રીય સુરક્ષાનો નિર્ણયઃ ભારતના અણુ ઊર્જા (Nuclear Energy) પ્રોજેક્ટોને નવી તાકાત આપવા ઉઝબેકિસ્તાન આપશે યુરેનિયમનો તોતિંગ જથ્થો:આટલેથી ન અટકતાં સરહદી સુરક્ષા, આધુનિક સંરક્ષણ ક્ષેત્ર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં ખભાથી ખભો મિલાવી કામ કરવાના ભયાનક કરારો પર હસ્તાક્ષરઃ દૂષિત પાડોશી દેશોના પેટમાં તેલ રેડાયું

નવી દિલ્હી: મધ્ય એશિયા અને વૈશ્વિક કૂટનીતિના મંચ પરથી ભારત દેશ માટે એક અત્યંત ગૌરવશાળી, સનસનાટીભર્યો અને વિરોધી દેશોના છક્કા છોડાવી દે તેવા મસમોટા સમાચારનો ધડાકો સામે આવ્યો છે! ભારત અને ઉઝબેકિસ્તાન (Uzbekistan) વચ્ચેની મિત્રતા હવે નવી ઊંચાઈઓ આંબી ગઈ છે. ભારતને સતત ઊર્જા પૂરી પાડવા માટે ઉઝબેકિસ્તાને વિપુલ પ્રમાણમાં યુરેનિયમ (Uranium) નો જથ્થો આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે!
ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિર્ઝિયોયેવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ઉઝબેકિસ્તાને તેમના સંબંધોને વ્યાપક રણનીતિકના સ્તર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. બંને દેશ આ ભાગીદારી હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર વાર્ષિક પાંચ અબજ ડોલર સુધી લઈ જવા સહમત થયા છે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર હાલ વાર્ષિક એક અબજ ડોલરથી વધુનો છે.
પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોની આકાંક્ષાઓ એક સમાન છે અને તેઓ વેપાર, ટેક્નોલોજી, સંરક્ષણ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય રણનીતિક ક્ષેત્રોમાં સહયોગનો વિસ્તાર કરશે. ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાના કેન્દ્રમાં છે અને આ ક્ષેત્રની સાથે ભારતની ભાગીદારીના પણ કેન્દ્રમાં છે. ૨૦૨૬માં ભારત-ઉઝબેકિસ્તાનની રણનીતિક ભાગીદારીના ૧૫ વર્ષ પૂરા થશે. પીએમ મોદીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કરતાં ત્રણ સિસ્ટર સિટી અને સિસ્ટર સ્ટેટ સમજૂતીને ઔપચારિકરૂપ આપ્યું હતું.
ઉઝબેકિસ્તાન ભારતને લાંબા ગાળા માટે યુરેનિયમનો પુરવઠો પૂરો પાડશે. સાથે બંને દેશ નાગરિક-પરમાણુ ઊર્જા સેક્ટરમાં સહકાર વધારવા સાથે તૈયાર છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
