<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

અરબી સમુદ્રમાં ભયાનક સસ્પેન્સઃ ૩ દેશોના ૨૨ ક્રૂ સભ્યોને લઈ જતું રાક્ષસી જહાજ રહસ્યમય રીતે ગાયબ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું મહા-ઓપરેશન શરુ

દરિયાની ઊંડી અગાધ ખાઈમાં માલવાહક જહાજ ગુમ થતાં ઈન્ટરનેશનલ મેરીટાઈમ વર્લ્ડમાં ભયાનક ભૂકંપ: અચાનક રડાર અને સેટેલાઇટ સિગ્નલ કટ થઈ જતાં ભારે સસપેન્સ અને દહેશતઃ ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના યુદ્ધ જહાજો, ડોર્નિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો દરિયાના ઊંડા પાણી ખંખોળવા રવાનાઃ ૨૨ વિદેશી-ભારતીય નાવિકોના જીવ તાળવે ચોંટ્યાઃ દરિયાઈ ચાંચિયાઓનો હુમલો કે ભયાનક જળસમાધિ? સમગ્ર એશિયાઈ દરિયાઈ પટ્ટામાં ભયાનક કંપારી

 નવી દિલ્હી:અંતરિયાળ દરિયાઈ સીમાઓમાંથી એક અત્યંત સનસનાટીભર્યા, દિલધડક અને કાળજું કંપાવી દેતા સમાચાર સામે આવ્યા છે! ભારત નજીકના આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલું અને ૩ અલગ-અલગ દેશોના ૨૨ જેટલા ક્રૂ સભ્યો ધરાવતું એક વિરાટ માલવાહક જહાજ દરિયાના અગાધ પાણીમાં અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ જતાં ભારે હાહાકાર મચી ગયો છે!

ઓડિશાના પારાદીપ બંદરથી આશરે 240 નોટિકલ માઈલ દૂર ઊંડા સમુદ્રમાં ડૂબી ગયેલા માલવાહક જહાજ 'એમવી ઓશિયન વિનર' ને લઈને રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આ જહાજ પર કુલ 24 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 20 ચીની, 3 મ્યાનમાર અને 1 બાંગ્લાદેશી નાગરિક સામેલ હતા. તેમાંથી 2 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા, પરંતુ બાકીના 22 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. શોધખોળ દરમિયાન જહાજની એક લાઈફબોટ મળી આવી હતી, પરંતુ તે અંદરથી સાવ ખાલી નીકળતા નિરાશા સાંપડી હતી. તેમ છતાં બચાવ એજન્સીઓએ ઓપરેશન ચાલુ રાખ્યું છે અને ભારતીય તટરક્ષક દળે અન્ય વહાણો તેમજ આસપાસથી પસાર થતા મર્ચન્ટ જહાજોની મદદ લઈને સર્ચ ઓપરેશનનો વ્યાપ વધાર્યો છે.

લાપતા ક્રૂ સભ્યોની શોધ દરમિયાન તટરક્ષક દળનું જહાજ ICGS વરાડ સતત દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન હવાઈ સર્વેલન્સ કરી રહેલા નૌકાદળના વિમાનને એક ઈમરજન્સી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યો હતો. તેના આધારે તપાસ કરતા કોસ્ટ ગાર્ડના જહાજને એક ઈમરજન્સી બીકન મળી આવ્યું હતું, જે ડૂબેલા જહાજ 'એમવી ઓશિયન વિનર' સાથે જોડાયેલું હોવાની પુષ્ટિ થઈ હતી. આ સંકેત મળ્યા બાદ તે વિસ્તારમાં શોધખોળ વધુ તેજ કરવામાં આવી હતી.

(6:03 PM IST)