News of Tuesday, 18th August 2026
૧૭ વર્ષના છોકરાએ કરી કમાલ, ભણવાની સાથે કરી ૨.૩૯ કરોડની કમાણી
કોમ્પ્યુટર પ્રોગ્રામથી ભૂમિતિનો વર્ષો જૂનો અઘરો પ્રશ્ન ઉકેલ્યો : કોનરે નોબલ પોલિહેડ્રા પર સંશોધન કરી ૧૪૬ ચોક્કસ 3D આકારો શોધી કાઢ્યા. આ અનોખી સિદ્ધિ બદલ તેને ૨૦૨૬ના રિજેનરોન સાયન્સ ટેલેન્ટ સર્ચમાં પ્રથમ સ્થાન અને ૨.૫ લાખ ડોલરનું ઇનામ મળ્યું

પેન્સિલવેનિયા તા.૧૮: સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા અને પ્રોજેક્ટની ચિતામાં રહેતા હોય છે, પરંતુ અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા ૧૭ વર્ષના કોનર હિલે પોતાની કોમ્પ્યુટર સ્કિલ અને સર્જનાત્મકતાથી એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે ભૂમિતિ (Geometry)ની વર્ષો જૂની અને ખૂબ જ અઘરા ગણાતા એક પ્રશ્નને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી ઉકેલી બતાવ્યો છે.
કોનરના આ અદ્ભુત કામથી આખી દુનિયા આヘર્યચકિત થઈ ગઈ છે. તેની આ અનોખી શોધ માટે તેને ૨૦૨૬ના રિજેનરોન સાયન્સ ટેલેન્ટ સર્ચમાં પ્રથમ ક્રમ મળ્યો છે અને ઇનામ રૂપે ૨.૫ લાખ ડોલર (આશરે રૂા.૨.૩૯ કરોડ) આપવામાં આવ્યા છે.કોનર હિલ પોર્ટ મટિલ્ડાનો રહેવાસી છે અને સ્ટેટ કોલેજની ડેલ્ટા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે નોબલ પોલિહેડ્રા નામના ખાસ 3D આકારો પર સંશોધન કર્યું છે. આ એવા આકારો છે જેની બધી બાજુઓ એક સરખી હોય છે અને દરેક ખૂણો પણ સમાન હોય છેજેમ કે આપણે રોજિદા જીવનમાં જોઈએ છીએ તે સમઘન (Cube). આ પહેલાં ગણિતશાષાીઓએ આવા આકારોના બે અનંત ગ્રુપ અને ૬૧ અલગ-અલગ ઉદાહરણો શોધ્યા હતા, પરંતુ તેમને આશંકા હતી કે હજુ પણ આવા બીજા આકારો હોઈ શકે છે.
કોનરે એક ખાસ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો, જેણે આવા તમામ શક્ય આકારોની બારીકાઈથી ચકાસણી કરી. આ સંશોધનને આધારે સાબિત થયું કે આવા અલગ-અલગ આકારોની ચોક્કસ સંખ્યા exact ૧૪૬ છે, જ્યારે બે અનંત ગ્રુપ તો પહેલાથી જ અસ્તિત્વમાં હતા. કોનરને આ ગણિતનો પ્રશ્ન એક ઓનલાઈન જ્યોમેટ્રી ગ્રુપમાંથી મળ્યો હતો, જેને તેણે ધીમે-ધીમે પૂરા પુરાવા સાથે ઉકેલી બતાવ્યો. આ શોધમાં તેણે ગણિતની બે અલગ-અલગ શાખાઓનો ઉપયોગ કર્યો હતો.
૨૬૦૦થી વધુ સ્પર્ધકોને પાછળ છોડી મેળવ્યું પ્રથમ સ્થાન
આ વર્ષની રીજેનરોન સાયન્સ ટેલેન્ટ સર્ચ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૨૬૦૦થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી માત્ર ૪૦ ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ વચ્ચે કોનર હિલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. હવે તે પ્રતિષ્ઠિત MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી)માં પ્રવેશ મેળવવા જઈ રહ્યો છે. અભ્યાસ ઉપરાંત, તે શાળાના ન્યૂઝ પ્રોગ્રામમાં સેગમેન્ટ ચલાવે છે અને પર્યાવરણ કેન્દ્રમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
