<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

હુથી બળવાખોરોનો સાઉદી અરેબિયા પર કાળમુખો મોટો હુમલો: માસૂમ સામાન્ય નાગરિકોને જ બનાવ્યા નિશાન: ૧૧થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી: ચારેકોર ચીસાચીસ અને અફરાતફરી: રહેણાંક વિસ્તારોમાં ભયાનક ધડાકા થતાં ભારે તારાજી: સૈન્ય હાઈએલર્ટ પર

નવી દિલ્હી :મિડલ ઈસ્ટમાં ચાલતા સંગ્રામ વચ્ચે અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા અહેવાલ સામે આવ્યા છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર એક મસમોટો અને ભયાનક હુમલો કરી દીધો છે. આ વખતે લશ્કરી ઠેકાણાંઓને બદલે હુથીઓએ નિર્દોષ સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારોને સીધા નિશાન બનાવીને રોકેટ અને ડ્રોનમારો ચલાવ્યો છે. આ કાળમુખા હુમલામાં ૧૧થી વધુ નિર્દોષ નાગરિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અનેક મકાનો તથા વાહનોનો કુરચો વળી ગયો છે. ભયાનક ધડાકાઓથી આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો અને લોકોમાં ભારે નાસભાગ તથા દહેશતનો માહોલ સર્જાયો હતો. સાઉદી સુરક્ષા દળોએ તાત્કાલિક સ્થિતિ સંભાળીને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે, પરંતુ માસૂમ નાગરિકો પર થયેલા આ આક્રમક હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આક્રોશ અને ખળભળાટ મચી ગયો છે.
સાઉદી અરેબિયાની સેનાના પ્રવક્તા તૂર્કિયે અલ-મલ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘાયલોમાં 7 સાઉદી નાગરિકો, 1 યમની, 2 ઈજિપ્તીયન અને 1 પાકિસ્તાની પ્રવાસી સામેલ છે. હુથી મિલિશિયાએ જાણીજોઈને સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબાર અને રોકેટ દાગ્યા હતા. અલ-મલ્કીએ કડક શબ્દોમાં કહ્યું કે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવું એ 'કસ્ટમરી ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લો' નો સીધો ભંગ છે.
નજરાનમાં થયેલા હુમલાના થોડા કલાકો પહેલા જ હુથી બળવાખોરોએ મધ્ય અને પૂર્વ યમનમાં પણ મોટા આક્રમણની જવાબદારી લીધી હતી. યમનના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મારીબ (Marib) અને હદરામૌત (Hadramout) પ્રાંતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના લશ્કરી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં ઓછામાં ઓછા 30 સરકારી સૈનિકોના મોત થયા છે અને 50 થી વધુ સૈનિકો ઘાયલ થયા છે.

 

(6:06 PM IST)