News of Monday, 15th June 2026
વિશ્વભરમાં સોશિયલ મીડિયાના ઘાતક વળગણ સામે કાયદાનો પ્રચંડ પરમાણુ વિસ્ફોટ:વધુ એક દેશમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સદંતર પ્રતિબંધ: માયાનગરીના નશામાંથી પેઢીને બચાવવા ૯૦ ટકા વાલીઓ મેદાનમાં
મોબાઈલ સ્ક્રીન પાછળ બરબાદ થતા બાળપણને બચાવવા માટે ઇન્ટરનેશનલ લેવલે ઐતિહાસિક કાનૂની હથોડો વીંઝાયો: ટેક કંપનીઓની દાદાગીરીનો અંત લાવવા સરકારનો કડક ફેંસલો

નવી દિલ્હી: આખી દુનિયામાં સોશિયલ મીડિયાની રીલો અને શોર્ટ્સ પાછળ ઘેલી બનેલી સગીર વયની જનરેશનને ડિજિટલ ડિપ્રેશન અને માનસિક બીમારીઓમાંથી ઉગારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો સૌથી ક્રાંતિકારી અને કડક નિર્ણય લેવાતાં વૈશ્વિક ટેક કંપનીઓમાં ભારે હડકંપ મચી ગયો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને વધુ એક શક્તિશાળી દેશે કાયદો પસાર કરીને ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ઉપયોગ પર સત્તાવાર ગેરકાનૂની મહોર મારી દીધી છે. જો કોઈ પણ સોશિયલ મીડિયા કંપની આ નિયમનો ભંગ કરી ૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકને લોગઈન કરવા દેશે તો તેના પર અબજો ડોલરનો તોતિંગ દંડ ફટકારવામાં આવશે. આ ઐતિહાસિક બિલને દેશના ૯૦ ટકાથી વધુ વાલીઓએ ઊભા થઈને આવકાર્યું છે અને જણાવ્યું છે કે આ કાયદો બાળકોના શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે વરદાન સાબિત થશે. વૈશ્વિક મીડિયાના મતે આ નિર્ણય બાદ હવે ટૂંક સમયમાં જ ભારત સહિત વિશ્વના અન્ય દેશો પણ આ પ્રકારનો કડક ડિજિટલ સિક્યોરિટી એક્ટ લાવવા મજબૂર બનશે!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો દ્વારા PM સ્ટાર્મરે જણાવ્યું હતું કે, 'આજના બાળકો એવી દુનિયામાં મોટા થઈ રહ્યા છે જ્યાં ટેકનોલોજી તેમના જીવનના દરેક પાસાનો ભાગ બની ગઈ છે. હજારો માતા-પિતા સાથે વાત કર્યા પછી અને વ્યાપક પરામર્શ કર્યા પછી સરકારે તારણ કાઢ્યું કે, સોશિયલ મીડિયાનું વ્યસન બાળકોના માનસિક સ્વાસ્થ્ય, ઊંઘ, રમત અને પારિવારિક જીવન પર ગંભીર અસર કરી રહ્યું છે.'
બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, 'મોટી સંખ્યામાં માતા-પિતાએ ફરિયાદ કરી છે કે તેમના બાળકો સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છે. કલાકો સુધી સ્ક્રોલ કરવાની આદત બાળકોને રમત, અભ્યાસ, પરિવાર અને વાસ્તવિક સામાજિક જીવનથી દૂર કરી રહી છે. આ ફક્ત સ્ક્રીન ટાઇમનો પ્રશ્ન નથી, પરંતુ બાળકોની માનસિક અને ભાવનાત્મક સલામતીનો પણ પ્રશ્ન છે. સોશિયલ મીડિયા આપણા બાળકોને અસુરક્ષિત અને દુખી બનાવી રહ્યું છે.'
બ્રિટિશ સરકારનું કહેવું છે કે, 'આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો ન હતો. નિષ્ણાતોના અભિપ્રાય, વૈજ્ઞાનિક અભ્યાસો અને અન્ય દેશોના અનુભવોને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી સરકારે આ પગલું ભર્યું છે. PM સ્ટાર્મરે સ્વીકાર્યું કે વિશ્વની કેટલીક મોટી ટેક કંપનીઓ આ નિર્ણયનો વિરોધ કરી શકે છે, પરંતુ સરકાર પીછેહઠ કરી રહી નથી. આ નિર્ણય સરળ નહોતો. અમે જાણીએ છીએ કે કેટલીક કંપનીઓ તેનો વિરોધ કરશે, પરંતુ બાળકોની સલામતી કોઈપણ વ્યાપારી હિત કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.'
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
