તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 9th June 2026
કંબોડિયાના સાયબર સામ્રાજ્યમાં હિન્દુસ્તાનનો મોટો ધડાકો: ચીની માફિયાઓએ ભારતના ૩૬,૦૦૦ સિમકાર્ડથી આચર્યું અબજોનું કૌભાંડ: ગરીબોના આઈડી પર એક્ટિવેટ થયેલા સિમકાર્ડ કુરિયર મારફતે વિદેશ ભેગા કરાયા: ઇન્ટરનેશનલ કાવતરું ખુલ્લું પડ્યું
ગુજરાત સહિત દેશભરના લાખો નિર્દોષ લોકોને આ જ સિમકાર્ડથી ફોન કરી કરોડોનો ચૂનો ચોપડાયો: ગૃહ મંત્રાલય અને ટેલિકોમ વિભાગ એક્શનમાં: તમામ સિમકાર્ડ તાબડતોબ બ્લોક: તપાસના ચક્રો ગતિમાન

નવી દિલ્હી: દેશની આંતરિક સુરક્ષા અને ડિજિટલ દુનિયાને હચમચાવી મૂકતો એક અત્યંત સનસનાટીભર્યો અને ચોંકાવનારો ઇન્ટરનેશનલ ક્રાઈમ પર્દાફાશ સામે આવ્યો છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, કંબોડિયામાં બેસીને આખા ભારતમાં સાયબર ઠગાઈનું જાળું ચલાવતા ચીની આકાઓએ સેંકડો ભારતીય યુવાનોને બંધક બનાવી ડિજિટલ ગુલામ બનાવ્યા હતા. ચોંકાવનારી વિગત એ છે કે, ભારતના જ અંતરિયાળ વિસ્તારોના ગરીબ લોકોના દસ્તાવેજો પર કઢાયેલા અધધ ૩૬,૦૦૦ જેટલા સિમકાર્ડ સ્પેશિયલ કુરિયર મારફતે સરહદ પાર કંબોડિયા પહોંચાડાયા હતા. આ જ સિમકાર્ડનો ઉપયોગ કરી ભારતના જ નાગરિકોને 'ડિજિટલ અરેસ્ટ' અને લોન ફ્રોડના નામે લૂંટવામાં આવતા હતા. એજન્સીઓએ આ મસમોટા રેકેટના મૂળ સુધી પહોંચવા આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ લંબાવી છે!
ઈડીએ ૨૩ લાખ શંકાસ્પદ સિમકાર્ડનું એનાલિસિસ કર્યું હતું. એમાંથી ૩૬ હજારનો ઉપયોગ કંબોડિયામાંથી થતાં સાઈબર ક્રાઈમમાં થતો હોવાની શક્યતા છે. ઈડીએ ૫૩૦૦ સિમકાર્ડ તો ઓળખી કાઢ્યા છે, જે દેશની સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં સંડોવાયેલા છે. ઈડીએ જુદા જુદા સ્થળોએ દરોડા પાડયા હતા. પંજાબ અને રાજસ્થાનના સાત સ્થળે દરોડાં પાડયા તો એમાં જણાયું કે ભારતમાંથી સિમકાર્ડ એક્ટિવ કરાવીને મલેશિયન નાગરિકોને આપવાનું એક ષડયંત્ર ચાલતું હતું. સર્ચ ઓપરેશનમાં સામે આવ્યું કે રાહુલ કુમાર ઝા, મોહમ્મદ શરીફ, સંદીપ ભટ્ટ વગેરે આ સિમકાર્ડ મોકલવાના કૌભાંડમાં સંડોવાયેલા હતા. કેટલાય વેન્ડર્સ પણ જુદી જુદી કંપનીના સિમકાર્ડ વેચીને કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. હજુ આ ઘટનામાં વધારે ખુલાસા થાય તેવી શક્યતા છે.
કોચીના એક ૩૭ વર્ષના ડોક્ટરને મેટ્રીમોનિયલ વેબસાઈટમાંથી ફસાવાયા હતા. મેટ્રીમોનિટલમાં તેની સાથે પરિચય કેળવીને તેને એક નકલી પ્લેટફોર્મમાં રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ૩૭ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યા પછી જ્યારે ડોક્ટરને ખબર પડી કે એ પ્લેટફોર્મ જ નકલી હતું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં કેરળના ૨૪ વર્ષના આરોપી અબ્દુલ રહેમાનની દિલ્હીમાંથી ધરપકડ થઈ હતી. અબ્દુલ રહેમાન ૨૦૨૨થી કંબોડિયાના એક સાઈબર ક્રાઈમ સેન્ટર સાથે જોડાયેલો છે અને તે ત્યાં જઈને કામ પણ કરી ચૂક્યો છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
