તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 8th June 2026
અમેરિકામાં AI ના લીધે નોકરીઓનો ભયાનક સોથ વળી ગયો: ૫ મહિનામાં ૮૭,૭૦૦ ટેક કર્મચારીઓની આકરી છટણી: આઇટી ક્ષેત્રે હાહાકાર
માનવ સંસાધનો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારે પડી: દિગ્ગજ કંપનીઓએ ખર્ચ ઘટાડવા કર્મચારીઓને ઘરભેગા કર્યા: વૈશ્વિક જોબ માર્કેટમાં મંદીના ભયાનક એંધાણ

નવી દિલ્હી: ગ્લોબલ ટેકનોલોજીના હબ ગણાતા અમેરિકામાંથી નોકરીયાત વર્ગના કાળજા કંપાવી દે તેવા સૌથી મોટા સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, નવીનતમ AI મોડલ્સ આવવાના કારણે મોટી કંપનીઓ હવે માણસોના બદલે મશીનો પાસે કામ કરાવી રહી છે, જેને લીધે માત્ર ૫ મહિનાના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક ૮૭,૭૦૦ આઈટી પ્રોફેશનલ્સે નોકરીઓ ગુમાવવી પડી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી અગ્રણી કંપનીઓ પણ આ આંધળી દોડમાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ભયાનક છટણીના લીધે વૈશ્વિક સ્તરે આઈટી ક્ષેત્રમાં ભણતા અને કામ કરતા લાખો યુવાનોના ભવિષ્ય સામે મોટા સવાલો ઉભા થયા છે અને ટેક વર્લ્ડમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે!
જાણીતી કંપનીના આંકડા મુજબ, મે 2026માં અમેરિકન કંપનીઓએ કુલ 97,006 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. તેમાં લગભગ 40 ટકા છટણી માટે એઆઈને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. પહેલા પાંચ મહિનામાં એઆઈ સાથે જોડાયેલી આશરે 87,700 નોકરીઓની કપાત જાહેર થઈ હતી. જે સમગ્ર 2025ના આંકડા કરતા વધારે છે.
સૌથી મોટો ફટકો ટેકનોલોજી સેક્ટરને પડ્યો છે. મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ 38,242 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. જે છેલ્લા લગભગ બે વર્ષમાં સૌથી ઊંચો માસિક આંકડો છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધી ટેક સેક્ટરમાં 1.23 લાખથી વધુ નોકરીઓ કપાઈ ચૂકી છે. જેમાં, કંપનીઓમાં કરવામાં આવેલ પુનઃગઠન સામેલ છે. ઘણી કંપનીઓ કર્મચારીઓ ઘટાડીને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમેશન પાછળ ખર્ચ કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, છટણીઓ છતાં અમેરિકામાં કુલ રોજગાર બજાર મજબૂત છે. ઘણાં સેટર્સમાં નવી ભરતી ચાલુ છે. પરંતુ, માંગ હવે સામાન્ય ઓફિસ કામ કરતા એઆઈ, ડેટા, સોફ્ટવેર અને ટેકનિકલ સ્કીલ્સ ધરાવતા કર્મચારીઓની વધુ છે. એઆઈને કારણે નોકરીઓ સંપૂર્ણપણે ગાયબ થવાને બદલે કામનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
