તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 31st July 2025
થાઈલેન્ડમાં ફટાકડાના કારખાનામાં ભયાનક વિસ્ફોટ થયો હોવાની માહિતી
સૂફાન બુરી પ્રાંતમાં આવેલ ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થતા ઓછામાં ઓછા નવ લોકોના મૃત્યુના સમાચાર:બે લોકો ઈજાગ્રસ્ત:ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી: થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં (Suphan Buri province) આવેલી ફટાકડા ફેક્ટરીમાં આજે (30 જુ) ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાંતના મુએઆંગ જિલ્લામાં બેંગકોકના ઉત્તરમાં બન ફો સબડિસ્ટ્રિક્ટમાં આ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 11 કલાકો થયો હતો. વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે ફેક્ટરીની ઈમારત સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને ચારે બાજુથી બળીને ખાખ થઈ ગઈ છે. નજીકમાં પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન થયું છે. કેટલીક રિપોર્ટ્સ મુજબ, આ અનધિકૃત ફટાકડા ઉત્પાદન સ્થળ હતું, જે બે સામાન્ય મકાનોમાં ચાલી રહ્યું હતું. પોલીસે 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
પોલીસ અને અધિકારીઓ વિસ્ફોટના કારણની તપાસ કરી રહ્યા છે. સુરક્ષાના કારણોસર સંભવિત વિસ્ફોટોનો ભય ટાળી શકાય તે માટે ઘટનાસ્થળ પરના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને લોકોનું અંદર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. નોંધનીય છે કે, થાઈલેન્ડમાં ફેક્ટરીમાં આગ લાગવાની કે વિસ્ફોટ થવાની ઘટનાઓ વારંવાર બને છે, કારણ કે ત્યાં સુરક્ષા નિયમોનું અમલીકરણ નબળું જોવા મળે છે. સુફાન બુરી પ્રાંતમાં આ પ્રકારની આ ત્રીજી મોટી ઘટના છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
