<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

દુનિયાની સૌથી મોંઘી લિપસ્‍ટિક કિમત લગભગ ૧૧૫ કરોડ રૂપિયા

લિપસ્‍ટિકની કિંમતમાં ૨-૩ મહેલ જેવા આલીશાન ઘર આવી જાય!

 

 

ન્‍યુયોર્ક તા.૩૧: શું તમે જાણો છો કે, દુનિયાની સૌથી મોંઘી લિપસ્‍ટિક કઈ છે? લિપસ્‍ટિક મહિલાઓ માટે મેકઅપની સૌથી જરૂરી વસ્‍તુઓમાંની એક છે. લગભગ દરેક મહિલા લિપસ્‍ટિક લગાવવાનું પસંદ કરે છે અને સારા દેખાવા માટે તેનો ઉપયોગ કરે છે. જો કે, સામાન્‍ય લિપસ્‍ટિકની કિમત બહુ ઊંચી હોતી નથી, પરંતુ હા એક એવી લિપસ્‍ટિક છે જેની કિમતમાં તમે ૨-૩ ઘર ખરીદી લેશો.

દુનિયાની સૌથી મોંઘી લિપસ્‍ટિકનું નામ એચ ર્કોચર બ્‍યુટી ડાઇમંડ છે આ મોંઘી ૧૨ લિપસ્‍ટિકની કિમત લગભગ ૧૧૫ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૧૪ મિલિયન ડોલર છે. તે મોંઘી હોવાનું કારણ લિપસ્‍ટિક કેસ છે.

આ કેસમાં ૧૨૦૦ થી વધુ વાસ્‍તવિક હીરા જડેલા છે. આ ઉપરાંત જો કોઈ આ લિપસ્‍ટિક ખરીદે છે તો લાઇફટાઇમ રિફિલ અને બ્‍યુટી સર્વિસ પણ ઉપલબ્‍ધ છે.

એટલે કે, જો તમે એક વાર લિપસ્‍ટિક ખરીદો છો, તો તે ખતમ થઈ જાય પછી તમારે તેને ફરીથી ખરીદવાની જરૂર નથી, પરંતુ તમને લાઇફટાઇમ ફરીરફરીને હમેંશ મળતી રહેશે.

જો આપણે બીજા ક્રમની સૌથી મોંઘી લિપસ્‍ટિક વિશે વાત કરીએ, તો તે ગ્‍યુચલિન બ્રાન્‍ડની લિપસ્‍ટિક છે, જેની કિમત લગભગ ૫૧ લાખ રૂપિયા છે. તેનો કેસ ૧૮ કેરેટ સોલિડ ગોલ્‍ડનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્‍યો છે. તેના કેસમાં ૧૯૯ હીરા જડેલા છે, જેમાં ખરીદનાર પોતાનું નામ અને ડિઝાઇન જાતે કસ્‍ટમાઇઝ કરાવી શકે છે. આ વસ્‍તુઓ ફક્‍ત મેકઅપની વસ્‍તુઓ નથી, પરંતુ કલેક્‍શન માટે પણ છે.(૩૮.૧૪)

(10:23 AM IST)