News of Thursday, 26th June 2025
ફ્રાંસમાં વાવાઝોડાના કારણોસર 2 લોકોના મૃત્યુ:17 લોકો ઈજાગ્રસ્ત
1.10 લાખ ઘરોમાં થઇ વીજળી ગૂલ:પેરિસના રસ્તા પર ભરાઈ ગયા પાણી:અનેક વૃક્ષો પણ ઉખડી ગયા હોવાના સમાચાર

નવી દિલ્હી:ફ્રાંસમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે તેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે તેમજ 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. વાવાઝોડાના કારણોસર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.પેરિસના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને સંસદ ભવનમાં છત પરથી પાણી ટપકવા લાગ્યું છે.
ફ્રાંસિસી નાગરિક સુરક્ષા એજન્સીએ આપેલ માહિતી મજુબ જાણવામાં આવી રહ્યું છે વાવાઝોડું એ સમયે આવ્યું ત્યારે તાજેતરમાં લૂની સ્થિતિ પણ બૅલ હતી. જેમાં એક વ્યક્તિ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે અને 1.10લાખ ઘરોની વીજળી ગૂલ થઇ ગઈ છે.દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસમાં વૃક્ષ પડી જવાથી 12 વર્ષીય બાળકનું પણ મૃત્યુ નીપજ્યું છે.તેમજ ઉત્તર પશ્ચિમમાં એક વ્યક્તિનું મૃત્યુ ત્યારે થઇ જયારે તેમનું બાઈક પડી ગયું અને ઝાડ સાથે અથડાયું હતું.વાવાઝોડાના કારણોસર પરિસ્થિતિ ગંભીર બની હોવાનું માલુમ પડી રહ્યું છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
