News of Friday, 20th June 2025
૩૭ દિવસમાં એક જ યુવતી સાથે કર્યા ૪ વાર લગ્ન, ૩ વખત લીધા છૂટાછેડા
બેંકમાં કામ કરતા એક વ્યક્તિને રજા મળતી ન હતી, તેવામાં તેણે એવો જુગાડ અપનાવ્યો કે, સાંભળીને કોઈપણ ચોંકી જાયઃ ૩૨ દિવસની પેઇડ રજા લીધી

તાઇવાન, તા.૨૦: લગ્નને સાત જીવનનો સાથ માનવામાં આવે છે. લોકો તેના માટે પૂરજોશમાં તૈયારીઓ કરે છે, જેથી તેઓ તેમના લગ્નને યાદગાર બનાવી શકે. પરંતુ ઘણી વખત ઓફિસમાંથી રજા ન મળવાને કારણે મજા બગડી જાય છે. લોકોને સમજાતું નથી કે શું કરવું. જે લોકોએ લગ્ન પછી હનીમૂનનું પ્લાનિંગ કરે છે તેમને તેમને લાગે છે કે તેમનું સપનું અધૂરું રહી જશે.
પરંતુ ઘણા લોકો એવા છે જે પોતાનું જીવન બેખૌફ જીવે છે. તેઓ અવનવા બહાના શોધી કાઢે છે, જેથી તેમને રજા મળી જાય. તાઇવાનનો આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છએ. એક પુરુષે ૩૭ દિવસમાં ચાર વખત લગ્ન કર્યા અને ત્રણ વખત છૂટાછેડા લીધા અને ૩૨ દિવસની રજા લીધી. તે પણ પગાર સાથે. આ કહાની માત્ર ચોંકાવનારી નથી, પણ તાઇવાનના શ્રમ કાયદામાં એક છટકબારીને ઉજાગર કરે છે.
એવું કહેવાય છે કે આ બધું એપ્રિલ ૨૦૨૦માં શરૂ થયું હતું, જ્યારે તાઇવાનના એક અનામી બેંક ક્લાર્કે પહેલી વાર તેની પત્ની સાથે લગ્ન કર્યા. તાઇવાનના કાયદા મુજબ, દરેક કર્મચારીને લગ્ન કર્યા પછી ૮ દિવસની પેઇડ રજા મળે છે. આ માણસે ૬ એપ્રિલે તેના પહેલા લગ્ન પછી ૮ દિવસની રજા લીધી હતી. પરંતુ તેનો કંઈક અલગ જ પ્લાન હતો.
પોતાની પહેલી રજાના છેલ્લા દિવસે, તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને બીજા જ દિવસે ફરીથી લગ્ન કરી લીધા, જેથી તેને ફરીથી ૮ દિવસની રજા મળી શકે. તેણે આ ફરીવાર આ પ્રોસેસ કરી અને ૩૭ દિવસમાં ચાર વખત લગ્ન કર્યા અને ત્રણ વખત છૂટાછેડા લીધા, જેનાથી તેને કુલ ૩૨ દિવસની પેઇડ રજા મળી.
પરંતુ તેની ચાલાકી એટલી સરળ નહોતી. તે જ્યાં કામ કરતો હતો તે બેંકને તેની કરતૂતનો ખ્યાલ આવી ગયો. વળી બેંકે બીજા, ત્રીજા અને ચોથા લગ્ન માટે વધારાની રજાઓ આપવાનો ઇનકાર કર્યો, કારણ કે તે સ્પષ્ટ હતું કે તે એક જસ્ત્રી સાથે વારંવાર લગ્ન કરીને કાયદાનો દુરુપયોગ કરી રહ્યો હતો.
પરંતુ બેંક ક્લાર્કને આ ગમ્યું નહીં. તેણે તાઈપેઈ સિટી લેબર બ્યુરોમાં બેંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેણે દાવો કર્યો કે બેંકે ૅલેબર લીવ લોૅ ની કલમ ૨નું ઉલ્લંઘન કર્યું છે, જે સ્પષ્ટપણે જણાવે છે કે લગ્ન પર વ્યક્તિ ૮ દિવસની પેઇડ લીવ મેળવવાનો હકદાર છે. કારણ કે તેણે ચાર વખત લગ્ન કર્યા હતા, તેથી તેને ૩૨ દિવસની રજા મળવી જોઈતી હતી.
આવી સ્થિતિમાં, લેબર બ્યુરોએ આ મામલાની તપાસ શરૂ કરી અને ઓક્ટોબર ૨૦૨૦માં ચુકાદો આપ્યો કે બેંકે ખરેખર લેબર લોનું ઉલ્લંઘન કર્યું છે. બેંકને લગભગ ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. બેંકે આ નિર્ણય સામે અપીલ કરી, જેમાં તેણે દલીલ કરી કે કર્મચારી દ્વારા લગ્ન રજા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ, લેબર બ્યુરોએ અનિચ્છાએ તેના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું. બ્યુરોએ કહ્યું કે ક્લાર્કનું વર્તન ખોટું હોવા છતાં, તેણે કાયદો તોડ્યો નથી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
