<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રશિયાએ યુક્રેનના પરમાણુ પ્લાન પર ડ્રોન હુમલો કર્યો હોવાના સમાચાર

નવી દિલ્હી:  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક મોટો દાવો કરતાં કહ્યું કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોન વડે હુમલો કર્યો છે. આ ડ્રોન પરમાણુ પ્લાન્ટના કવચ પર આવીને પડ્યો હતો. ઝેલેન્સ્કીએ આ ઘટનાને આતંકી હુમલો ગણાવી અને કહ્યું કે આવી રીતે પરમાણુ સ્થળને નિશાન બનાવા ખતરનાક સાબિત થઇ શકે છે. જોકે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલાની પુષ્ટી કરી હતી. ફાયર સેફ્ટી અધિકારીઓએ આ હુમલા બાદ તાત્કાલિક ધોરણે એક્શન લેતાં આગને કાબૂમાં લીધી હતી. રશિયા સામેના યુદ્ધને કારણે યુક્રેનમાં આવેલા પરમાણુ પ્લાન્ટની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. ઝેલેન્સ્કી પણ કહી ચૂક્યા છે કે ન્યૂક્લિયર પ્લાન્ટની સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખી બેદરકારી ચલાવી લેવાય તેમ નથી. એટલા માટે સૈન્યને આઈએઈએને હંમેશા હાઈએલર્ટ પણ રહેવું જોઈએ.

 

(5:55 PM IST)