News of Wednesday, 29th January 2025
ચીનના જક્કી માણસે બે કરોડ રૂપિયાનું વળતર જતું કરીને ઘરની આસપાસ હાઇવે બનવા દીધો : હવે પસ્તાવો થાય છે

શાંઘાઈ, તા.૨૯: ચીનમાં શાંઘાઈના સાઉથવેસ્ટમાં જિક્ર્સી ટાઉનમાં હુઆન્ગ પિન્ગ નામના એક માણસે હાઇવે પ્રોજેક્ટની વચ્ચે આવતા તેના ઘરને ખાલી કરવાનો અને ત્યાંથી સ્થળાંતરિત થવાનો નનૈયો ભણી દીધો હતો. સરકારે તેને બે કરોડ રૂપિયાનું વળતર અને ત્રણ અન્ય પ્રૉપર્ટી આપવાની ઑફર મૂકી હતી જેનો તેણે અસ્વીકાર કર્યો હતો. જોકે હવે તેને આ ઑફર ન સ્વીકારવાનો પસ્તાવો થઈ રહ્યો છે. હવે તેના ઘરની આસપાસ હાઇવે બંધાઈ ચૂક્યો છે જે થોડા સમયમાં શરૂ થશે. તેના બે માળના ઘરમાં તે ૧૧ વર્ષના પૌત્ર સાથે રહે છે.
હાઇવેના બાંધકામ વખતે થતા અવાજ અને ધૂળથી બચવા તેઓ આખો દિવસ શહેરમાં રહે છે અને રાત્રે ઘરે આવે છે. જોકે એક વાર હાઇવે શરૂ થશે પછી અહીં સતત અવાજ આવતો રહેશે. પિન્ગ હવે કહે છે કે મારે સરકારે આપેલી ઑફર સ્વીકારી લેવાની જરૂર હતી. તેનું ઘર હવે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે અને લોકો આ ઘર જોવા માટે એક લાંબી પાઇપમાંથી ચાલીને ઘર સુધી પહોંચે છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
