News of Thursday, 12th September 2024
૫ દેશો જયાં નથી પડતી રાત! અડધી રાતે પણ ચમકે સૂર્ય
દુનિયામાં એવા ૫ દેશ છે, જયાં ૩૬૫ દિવસોમાંથી ૫૦ દિવસ સુધી સૂર્ય આથમતો નથી અને કેટલીક જગ્યાએ ૭૩ અને ૭૬ દિવસ સુધી સૂર્યાસ્ત થતો નથી

નવી દિલ્હી,તા. ૧૨: પ્રકૃતિનો નિયમ છે દિવસ બાદ રાત અને રાત બાદ દિવસ થાય છે. આ વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ કદાચ જ લોકોને ખબર હશે કે એવી ઘણી જગ્યાઓ છે જયાં સૂર્ય આથમતો જ નથી. દુનિયામાં આ જગ્યાઓ પર સૂર્ય ૭૦ દિવસ સુધી નથી ડૂબતો. હવે તમને પ્રશ્ન થશે કે આવું કઈ રીતે શક્ય છે? કે સૂર્ય અહીં આથમતો જ નથી. પૃથ્વી પર આવી ઘણી જગ્યાઓ છે.
નોર્વે નોર્વેને મિડનાઈટ સનના નામથી પણ જાણવામાં આવે છે. એક એવો જ દેશ છે જયાં મે મહિનાથી લઈને જુલાઈ મહિનાના છેલ્લા દિવસ સુધી સૂર્ય આથમતો નથી. અહીં સતત ૭૬ દિવસ રહે છે અને રાત નથી થતી. અહીંના સ્વાલવર્ડમાં પણ સૂર્ય ૧૦ એપ્રિલથી ૨૩ ઓગસ્ટ સુધી અસ્ત નથી થતો.
કેનેડા કેનેડાનું નુનાવુત શહેર ખૂબ જ સુંદર છે. અહીં વસ્તી લગભગ ત્રણ હજાર છે. આ શહેરમાં ફક્ત ૨ મહિના માટે જ સૂર્ય આથમે છે. શિયાળામાં અહીં દિવસ નથી થતો અને ફક્ત રાત જ રહે છે.
આઈસલેન્ડ યુરોપના સૌથી મોટા દ્વીપમાં શામેલ આઈસલેન્ડમાં જૂનમાં ક્યારેય સૂર્ય ડૂબતો નથી. અહીં ૨૪ કલાક દિવસ રહે છે. ગ્રેટ બ્રિટન બાદ આઈસલેન્ડ યુરોપનો સૌથી મોટો દ્વીપ છે.
અલાસ્કા અલાસ્કાના શહેર બૈરોમાં મેના અંતથી જુલાઈ સુધી સૂર્ય અસ્ત નથી થતો. ત્યારબાદ શિયાળામાં એટલે કે નવેમ્બરની શરૂઆતમાં અહીં એક મહિનાની રાત થાય છે. આ સમયને પોલર નાઈટ્સ કહેવામાં આવે છે. તમે અહીં ગરમી અને ઠંડીની ઋતુમાં જઈ શકો છો.
ફિનલેન્ડ આ દેશના મોટાભાગના વિસ્તારમાં ફક્ત ૭૩ દિવસ સુધી સૂર્ય નીકળે છે. શિયાળામાં અહીં ખૂબ જ અંધારું રહે છે. એટલે કે ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે સૂર્ય નથી નીકળતો. આર્ટિક સર્કલમાં આવતી જગ્યાઓ પર આમ થાય છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
