News of Tuesday, 13th August 2024
ડોલ્ફીનના મૃત્યુ બાદ આ શખ્સ 5 વર્ષ સુધી રહ્યો ડિપ્રેશનમાં

નવી દિલ્હી: આમ તો ડોલ્ફિનને વુમન ફેન્ડલી (માનવ મિત્ર) ગણવામાં આવે છે પરંતુ અમેરિકાના ફલોરિડાના એક શખ્સે ડોલ્ફિન સાથે પ્રેમ અને શારીરિક સંબંધ બાંધવાનો દાવો કર્યો હતો. નવાઇની વાત તો એ છે મેલ્કમ નામના શખ્સના દાવા અનુસાર ડોલ્ફિને જ તેને ઉત્સાહિત કર્યો હતો. અંગ્રેજી વેબસાઇટ ધ મિરરમાં પ્રકાશિત અહેવાલ મુજબ તે વર્ષ ૨૦૦૦માં એક ફોટોગ્રાફર તરીકે સરસોટા ફલોરિડાના પહેલાના થીમપાર્કમાં રહેતો હતો. પાર્કમાં તેનું કામ ડોલ્ફિન જોવા આવતા મુલાકાતીઓને ફોટોગ્રાફીની પરવાનગી આપવાનું હતું. ડોલ્ફિન પાસે તે સરળતાથી જઇ શકતો અને તેના માટે કોઇ જ અનુમતિની જરુર પડતી ન હતી. શરુઆતમાં તો ડોલ્ફિન સાથે કોઇ દિલચસ્પી ન હતી તેની સાથેના લાંબા તરણ દરમિયાનના સહવાસથી પ્રેમ થયો હતો. ડોલી સાથેનો પ્રેમ એકતરફી ન હતો તેને પણ મારી સાથે એટલી જ મજા પડતી હતી. મેલ્કમે ડોલ્ફિન સાથેના સંબંધો છોડી દેવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ડોલ્ફિનનું મોત થવાના સમાચાર સાંભળ્યા પછી પાંચ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહયો હતો. શખ્સની આ દિલચસ્પ કહાનીને લઇને એક વેટ ગૉડેસ નામની નોવેલ પણ સર્જવામાં આવી છે. મેલ્કમે તેના આત્મ કથાનાત્મકમાં પણ ખૂબજ રસપ્રદ રીતે પોતાના જીવનમાં બનેલા ડોલ્ફિનના પ્રકરણનો ઉલ્લેખ કર્યો છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
