<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ઓએમજી....પિતાએ આપી 3 વર્ષની પુત્રીને આંસુથી કટોરો ભરવાની સજા

નવી દિલ્હી: નાના બાળકોને આજકાલ ટીવી જોવાની અને મોબાઇલથી રમવાની ટેવ પડેલી છે. આ સમસ્યા વિશ્વભરના કોઇ પણ દેશમાં રહેતા વાલીઓને સતાવી રહી છે. ચીનમાં પોતાના ૩ વર્ષના સંતાનને ટીવી જોવાની આદત છોડાવવા માટે વિવાદાસ્પદ તરીકો અપનાવ્યો જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. પિતાએ ૩ વર્ષની પુત્રીને એક કટોરો આપીને આંસુઓથી ભરી દેવાની સજા કરી હતી. સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના રિપોર્ટ અનુસાર દક્ષિણી ચીનના ગુઆંગ્શી ઝુઆંગ સ્વાયત ક્ષેત્ર યુલિનમાં રહેતી વ્યકિત સાંજના વાળુંની તૈયારી કરી રહી હતી.  આ સમયે તેની ૩ વર્ષની પુત્રી ટીવી જેવામાં મશગુલ હતી. પુત્રીને જમવાનું કહેતા કશું જ સાંભળી રહી ન હતી. ગુસ્સામાં આવીને પિતાએ ટીવી બંધ કરી દીધું હતું. ત્યાર પછી પુત્રી જોરશોરથી રડવા લાગી. પુત્રીને રોતી જોઇને પિતાએ કિચનમાંથી એક કટોરો લાવીને તારા આંસુથી આ કટોરો ભરી દે ત્યાર પછી જ ટીવી જોવા મળશે એવો આદેશ આપ્યો હતો. નિદોર્ષ પુત્રી પિતાનો આદેશ માનીને કટોરામાં આંસુ ટપકાવી રહી હતી. છેવટે પુત્રીએ વિનંતી કરી કે પોતે કટોરો હાથમાં પકડીને થાકી ગઇ છે. આ કામ કરવામાં મને તકલીફ પડી રહી છે તેમ છતાં પિતા પુત્રીની વિનંતી સાંભળતા નથી. નાની બાળકીને પિતાએ આપેલી ક્રુર સજા પર સૌ ફિટકાર વરસાવી રહયા છે. 

(6:25 PM IST)