<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

નાસાનું સ્‍પેશ્‍યલ ટેલીસ્‍કોપ કરશે એલીયન્‍સવાળા ગ્રહની શોધ

૨૦૪૦ સુધીમાં હેબીટેબલ વર્લ્‍ડ ઓબ્‍ઝર્વેટરી લોંચ કરવાની તૈયારી

વોશીંગ્‍ટનઃ એલીયન્‍સને શોધવાની દિશામાં પગલું લેતા અમેરિકન અવકાશ એજન્‍સી નાસા, હેબીટેબલ વર્લ્‍ડસ ઓબ્‍ઝર્વેટરી (એચડબલ્‍યુએ) લોંચ કરવાની તૈયારીમાં લાગેલ છે. આ વેધશાળા ખાસ ટેલીસ્‍કોપથી સજ્જ હશે. જેને ‘‘એલીયન હંટીંગ'' દુરબીન કહેવાઇ રહયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની મદદથી ૨૦૫૦ સુધીમાં એવા ગ્રહની શોધ કરાશે જયાં જીવન હોય, એટલે કે એલીયંસ હોય.

હેબીટેબલ વલ્‍ડર્સ ઓબ્‍ઝર્વેટરીથી ૨૦૪૦ ની આસપાસ આ ટેલીસ્‍કોપના પ્રક્ષેપણની યોજના છે. તેનું લક્ષ્ય આપણા સોૈર મંડળની બહાર એવા ગ્રહની શોધ કરવાનું છે, જયાં લોકો રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રહ્માંડમાં એવા કેટલાયે ગ્રહો હોઇ શકે છે, જયાં લોકોની વસ્‍તી હોય. આપણા માટે કુતૂહલ એ છે કે તેઓ પૃથ્‍વીના માનવો કરતા કેટલા વિકસીત છે. આપણાથી  કેટલા અલગ છે? વૈજ્ઞાનિકોએ સુર્ય જેવા અન્‍ય તારાઓની પાસેના પૃથ્‍વી જેવા ૨૫ ગ્રહોની ઓળખ કરી છે.

નાસાના મુખ્‍ય વૈજ્ઞાનિક ડો.જેસી ક્રિસ્‍ટીયનસેનનું કહેવું છેકે એચડબલ્‍યુઓને ટેલીસ્‍કોપ દ્વારા સુર્ય જેવા તારાની આસપાસના ગ્રહ પર જીવનના સંકેત મળી જશે. ટેલીસ્‍કોપને ‘‘સુપર હબલ'' દુરબીન પણ કહેવાઇ રહયું છે જે અન્‍ય તારાઓની પરિક્રમા કરી રહેલ પૃથ્‍વી જેવા ગ્રહોને શોધશે. તેમણે કહયું કે અમે એવી વસ્‍તુની ભાળ મેળવવાના છીએ જેની અત્‍યારે માત્ર કલ્‍પના જ થાય છે.

(11:35 AM IST)