તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 25th June 2024
ચીનની ધમકીઓથી ડરી ગયેલ પાકિસ્તાને CPECના રક્ષણ માટે ગોઠવ્યા સૈનિકો

નવી દિલ્હી: વડાપ્રધાન શાહબાઝ શરીફે આઝમ-એ-ઇસ્તેહકામ (સ્થિરતા માટે પ્રતિબદ્ધ(તા) નામે એક સૈન્ય અભિયાન શરૂ કરવા નિર્ણય કર્યો છે. તેનો હેતુ દેશમાં વધી રહેલી કટ્ટરપંથી ગતિવિધિઓ અને આતંકવાદ ખતમ કરવાનો છે. પાકિસ્તાને આ નિર્ણય ચીને આપેલી ધમકી પછી લીધો છે. ચીને ચાયના-પાકિસ્તાન-ઇકોનોમિક-કોરીડોર (સીપીઈસી) અંગે ચિંતા દર્શાવવા સાથે ધમકી પણ આપી છે. આ અભિયાન દ્વારા પાકિસ્તાન, બાલ્ટિસ્તાન અને પીઓકે સહિત તમામ રાજ્યોમાં ચલાવવામાં આવશે. આ નિર્ણય સામે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની પાર્ટી સહિત લગભગ તમામ વિપક્ષોએ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય લેતાં પૂર્વે સંસદને વિશ્વાસમાં લીધી ન હતી. તે સર્વવિદિત છે કે આતંકીઓ પાકિસ્તાનમાં ચીનનાં હિતોને સતત નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને સીપીઈસી સહિત ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રને આતંકીઓએ નિશાન બનાવી દીધું છે. માર્ચ મહીનામાં જ આતંકીઓએ ચીનાઓ ઉપર હુમલા કર્યા હતા. તેમને લઈ જતાં વાહનોને નિશાન બનાવ્યાં હતાં. દક્ષિણ પશ્ચિમે બલૂચ-લિબરેશન આર્મી દ્વારા ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્ષમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કોમ્પ્લેક્ષ ચીનાઓ તૈયાર કરી રહ્યાં છે. ત્યાં આત્મઘાતી બોમ્બ-હુમલા થઈ રહ્યા છે. તેમાં અનેકના જીવ ગયા છે. આથી ચીન ભડકી ઊઠયું છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
