<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

વડોદરાના અકોટામાંથી 1.501 કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે ઝુબેર પટેલ રંગેહાથ ઝડપાયો

એસઓજીના જવાનોએ ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અકોટાના નવાવાસ વિસ્તારમાંથી ગુપ્ત બાતમીના આધારે દબોચી લીધો

વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ વડોદરા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ વધુ એક મોટી સફળતા મેળવીને નશીલા પદાર્થોના નેટવર્ક પર સપાટો બોલાવ્યો છે. એસઓજીના જવાનોએ ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અકોટાના નવાવાસ વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે પંચોને સાથે રાખી ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે 75 હજાર ની બજાર કિંમતનો 1.501 કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપી પાડી આરોપી ઝુબેર પટેલને રંગેહાથ દબોચી લીધો છે.

(8:07 PM IST)