News of Tuesday, 15th September 2026
“તમારી લડત અમારી સામે નહીં, પરંતુ ભાજપ સરકાર સામે હોવી જોઈએ':બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું સંગઠન માળખું રદ થતાં આંતરિક અસંતોષ
ગુલાબસિંહ રાજપૂતે લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને લડત કરવાની વાત: પક્ષને નુકસાન કરનારાઓને સહન નહીં કરવાની ચીમકી પણ આપી.

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું સંગઠન માળખું રદ થતાં પક્ષમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. બે દિવસ અગાઉ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સંગઠન માળખું જાહેર કર્યું હતું. જોકે, પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી માળખું રદ કરવામાં આવતા ગુલાબસિંહ રાજપૂતે નારાજગી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે આડકતરી રીતે પ્રદેશ અધ્યક્ષને જવાબ આપતા કહ્યું કે, “તમારી લડત અમારી સામે નહીં, પરંતુ ભાજપ સરકાર સામે હોવી જોઈએ.” તેમણે લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને લડત કરવાની વાત કરી. અગાઉ પ્રભારી સાથેની બેઠકમાં પણ માળખું રદ કરવાના મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યો હતો. પક્ષને નુકસાન કરનારાઓને સહન નહીં કરવાની ચીમકી પણ આપી.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
