<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લટકતી લાશ મળી: બેડની ચાદર વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

પોલીસે પરિવારની હાજરીમાં તપાસ કરતા પંખા સાથે લટકતી લાશ મળી :મૃતક 35 વર્ષીય સુરેશકુમાર ગણેશભાઈ ચૌહાણ નાની હિરવાણી ગામનો હોવાનું ખુલ્યું

ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લટકતી લાશ મળી છે. રાત્રે રોકાવા આવેલા ઈસમે બેડની ચાદર વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. સવારે ચેક આઉટ સમયે રૂમ ના ખોલતા ગેસ્ટ હાઉસના સ્ટાફે પોલીસને કરી જાણ. રૂમ અંદરથી બંધ હોવાથી પોલીસે પાછળની બારીમાંથી ઉતરી દરવાજો ખોલ્યો. પોલીસે પરિવારની હાજરીમાં તપાસ કરતા પંખા સાથે લટકતી લાશ જોવા મળી. મૃતક 35 વર્ષીય સુરેશકુમાર ગણેશભાઈ ચૌહાણ નાની હિરવાણી ગામનો હોવાનું ખુલ્યું. ઘટનાની જાણ થતાં પરિવારજનો મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ ખાતે દોડી આવ્યા. યુવકના આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ, પોલીસ તપાસ બાદ સત્ય આવશે સામે. હાલમાં પોલીસે પંચનામું કરી મૃતદેહ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી.

(9:09 PM IST)