તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 30th July 2026
ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આશીર્વાદરૂપ સારવાર આંખની ગંભીર બીમારીથી પીડાતા મહિલા અધિકારીને સફળ સારવાર આપતા વૈદ્ય રાકેશ ભટ્ટ

રાજકોટ તા.૩૦: ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય રાકેશ ભટ્ટએ (મો.૮૧૬૦૫ ૧૧૫૭૫) ૩ વર્ષથી આંખની ગંભીર તકલીફથી પીડાતા મહિલા અધિકારીની સફળ સારવાર કરી છે. મહિલા દર્દીને ડબલ દેખાવુ, બહુ દૂરનું ન દેખાવુ, આંખમાંથી સતત પાણી નીકળવા, ચશ્માના નંબર વધતા જવા વગેરે તકલીફ હતી. આધુનિક સારવાર પધ્ધતિથી તેની તકલીફનું નિવારણ થતુ ન હતુ. આખરે તેમણે આયુર્વેદ સારવારનો રાહ લીધો હતો.
સેકટર-રરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત અને સેવાભાવી વૈદ્ય રાકેશ ભટ્ટે કેસનો ભૂતકાળ તપાસીને નકકી કર્યુ કે પંચકર્મ અને આંખોની ખાસ ચિકિત્સા પધ્ધતિ અપનાવવાનું નકકી કર્યુ, શરીરના દોષો દુર કરવા વિરેચન અને નેત્ર તર્પણ કરાવવામાં આવ્યુ. આ સારવારના પ તબક્કા નકકી કરવામાં આવ્યા હતા. પરંતુ સાચી અને ૧૦૦ ટકા શુદ્ધ આયુર્વેદિક સારવારના કારણે સારવારના ૩ તબક્કા પૂર્ણ થયા ત્યાં જ દર્દી બહેનને બધુ દેખાવા લાગ્યુ. વૈદ્ય રાકેશ ભટ્ટની સારવાર હંમેશા કારગત નીવડતી જોવા મળી છે તેમ જણાવાયુ છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
