<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

પાટણના સાંતલપુરમાં જંગલી શિયાળનો ભયાનક આતંક: વૌવા ગામે ઊંઘતા પંદરથી વધુ નિર્દોષ ગ્રામજનોને લોહીલુહાણ કર્યા

પાટણ: જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે મોડી રાત્રે જંગલી શિયાળે હિંચકારો હુમલો કરી ભારે દહેશત ફેલાવી દીધી છે. રાત્રે ઘરના આંગણે અને રસ્તા પર નિંદ્રાધીન બનેલા ગ્રામજનો પર અચાનક હુમલા શરૂ થયા હતા, જેમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત પંદરથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

રાત્રે અગિયાર વાગ્યાથી શરૂ થયેલો આ સિલસિલો વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. 

પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડેલા લક્ષ્મણભાઈ આહીરના મોં અને જડબાના ભાગે પ્રાણીએ ગંભીર બચકાં ભર્યા હતા. ત્યારબાદ ઠાકોરવાસ અને રવેચીના મેદાનમાં પણ હુમલા કર્યા હતા. 

તમામ ઈજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પગમાર્ક એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.

(4:23 PM IST)