તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 20th July 2026
સુરતના નાસિરનગરના રહીશોનું પુનઃવસન સરકારને ખર્ચે કેમ ? દોષીતોના ખર્ચે થવું જોઈએ:SIT માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ: હાઇકોર્ટની ટકોર
સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવા નિર્ણય લીધો :એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી જાણકારી

સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સંપૂર્ણ તપાસ કરવા માટે નવી હાઈ લેવલ કમિટીની રચના કરાશે. જે સમગ્ર મામલાની કરશે તપાસ. સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવા નિર્ણય લીધો છે. કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારી રહેશે. એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી જાણકારી. પુનઃ વસન માટે 120 ફ્લેટ ખાલી છે તેમ એડવોકેટ જનરલે કહ્યું છે. પુનઃ વસન રાજ્યના ખર્ચે કેમ ? દોષિતોના ખર્ચે પુનઃ વસન થવું જોઇએ તેવી ટકોર હાઈકોર્ટ કરી હતી. SIT માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે તેમ પણ હાઈકોર્ટ કહ્યું હતું.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
