News of Monday, 5th October 2026
અને ગરીબ ચાની રેંકડીવાળાનું ચા નું બિલ પોલિસ સ્ટાફે ન ચૂકવ્યાની જાણ થતાં અનુપસિંંહ ગેહલોતે ૫ હજાર પોતાના તરફથી આપી દીધા
સોશ્યલ મીડિયામાં ગુજરાતભરમાં વાયરલ આ નાની ઘટનાનો મર્મ ખુબ મોટો છે, તેમાં કોઈ શંકા નથી ગરીબોના બેલી, માનવીય અભિગમ ધરાવતા અમદાવાદ સીપીનો ખારા રણમાં એક મીઠી વીરડી જેવો કિસ્સો બહાર આવ્યો

રાજકોટ તા. પઃ માત્ર અમદાવાદમાં જ નહિ, રાજ્ય પોલિસ તંત્રમાં એક નાની ઘટના ખુબ વાયરલ થયેલ છે, આ બાબત પોલિસ તંત્રના એક વર્ગની માનિયતા, તેની નીતિ રીતિથી જે લોકો અજાણ છે, તેમને બહુ મહત્વની ન પણ લાગે, પણ જેઓને આ બાબતનો અભ્યાસ છે, અનુભવ છે તેમના માટે આ નાની ઘટના એ હદે ચર્ચાસ્પદ બની કે સોશિયલ મીડિયા પર આ ઘટના ખુબ વાયરલ બનેલ છે. અમદાવાદમાં સવારે એક મોટી સંખ્યામાં કાર્યક્રમ રાખવામાં આવેલ. પોલિસ દ્રારા જાગળતિ માટે યોજાયેલ કાર્યક્રમમાં સહુ માટે ચાની વ્યવસ્થા કરવાની જવાબદારી, પ્રણાલી મુજ્બ એ વિસ્તારના પોલિસ અધિકારી વિગેરેએ સંભાળી હતી.
ચા માટે સ્વાભાવિક રીતે ચોક્કસ પોલિસ સ્ટાફને સિનિયર અધિકારીઓ, અને સમાજના વિવિધ સ્તરના લોકો ઉપસ્થિત રહેવાના હોઇ, કાળજી પૂર્વક તે વિસ્તારના એક ચાની લારીવાળાને મળી એડવાન્સ ઓર્ડર અપાયેલ. ઓર્ડર દેવા ગયેલ પોલિસ સ્ટાફે બિલ કાર્યક્રમ પછી ચૂકવી દેશે તેવી ખાત્રી આપી, મોબાઈલ નંબર પણ આપેલ. બિલની યાદી આપવા બીજે દિવસે ચાની લારીવાળાએ ફોન કરતા, ચાની લારીવાળાના કથન મુજ્બ ઓર્ડર આપનાર પોલિસ સ્ટાફ દ્રારા, આ રીતે યાદી આપવા બદલ ગુસ્સે થયેલ ખુબ દલીલો બાદ ૧ હજાર રૂપિયા જ આપી, પ્રકરણ પૂરું કરેલ. ગરીબ રેંકડીવાળાનું બિલ વધારે હતું. આ બાબતે ચા વાળાએ એક યુ ટયુબ ચેનલને રજૂઆત કરી, અને આ વાત ગરીબોના બેલી જેવા માનવીય અભિગમ ધરાવતા પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુધી પહોંચી, તેવોએ તુરંત પોતાના વિશ્વાસુ સ્ટાફ મારફત બિલ અંગે જાણકારી મેળવી, અને ૫ હજાર એ ગરીબ રેકડીવાળાને ચુપચાપ મોકલી આપેલ,ગેરીબ રેકડીવાળાને સીપીમાં સાક્ષાત ઈશ્વરના દર્શન થયા હોય તેવા ભાવ વિભોર બન્યા
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
