News of Sunday, 31st May 2026
પાટણના સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલો
ગેરકાયદેસર પાણીનું કનેક્શન દૂર કરવા પહોંચેલી વિભાગની ટીમ પર સરપંચના ભાઈ અને પુત્રએ હુમલો કર્યો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર પાણીનું કનેક્શન દૂર કરવા પહોંચેલી વિભાગની ટીમ પર સરપંચના ભાઈ અને પુત્રએ હુમલો કર્યો હતો. ખાનગી હોટલ પર ગેરકાયદેસર પાણી કનેક્શન હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા એ છે કે પોલીસની હાજરીમાં જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ નાયબ કાર્યપાલક ઇજનેરે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
