News of Wednesday, 22nd July 2026
વલસાડમાં ભારે વરસાદ વચ્ચે પાલીહિલ વિસ્તારની પાછળ STP પ્લાન્ટમાં પાણી ભરાતાં ફસાયેલા ૩ મજૂરોનું NDRFની ટીમે કર્યું સફળ રેસ્ક્યુ
પાણી ભરાવાને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં NDRFની ટીમે સજાગતા અને સમયસૂચકતા વાપરીને ત્રણેય વ્યક્તિઓને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢી લીધા

વલસાડ તા.૨૨ : વલસાડ શહેરમાં ભારે વરસાદના પરિણામે પાલીહિલ વિસ્તારની પાછળ આવેલા STP પ્લાન્ટ ખાતે પાણી ભરાવાના કારણે ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ NDRFની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય મજૂરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
પાણી ભરાવાને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં NDRFની ટીમે સજાગતા અને સમયસૂચકતા વાપરીને ત્રણેય વ્યક્તિઓને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢી લીધા હતા. NDRFની આ ઝડપી અને સરાહનીય બચાવ કામગીરીના કારણે એક મોટી હોનારત ટળી છે અને સ્થાનિકોએ ટીમની કામગીરીને બિરદાવી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
