<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરજોઃ રામભાઈ મોકરીયાની અપીલ

 

રાજકોટ તા.૨૫: કાલે તા.૨૬ ને રવિવારે યોજાનાર સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના પર્વે રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ નાગરિકોને ૧૦૦ ટકા મતદાન કરવા નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્‍યું કે લોકશાહીનો સાચો પાયો મતદાન છે અને નિર્ભય રીતે મતદાન એ લોકશાહીનો આધાર સ્‍તંભ છે. આ ચૂંટણીમાં એક પણ મતદાર બાકી ન રહે તે જરૂરી છે. નાગરિકનો એક મત ગામ, શહેર, તાલુકા અને જિલ્લાના વિકાસની દિશા નક્કી કરે છે. તેમણે બુઝુર્ગોથી યુવાનો, મહિલાઓથી ખેડૂતો, મજૂરોથી માલિકો સુધી દરેક નાગરિકને ૫ મિનિટનો સમય કાઢીને લોકશાહીને જાગળત રાખવા અને ગુજરાતને ૧૦૦ ટકા મતદાનવાળુ રાજ્‍ય બનાવવા મતદાન અવશ્‍ય કરવા અનુરોધ કર્યો હતો.

(12:04 PM IST)