News of Monday, 6th July 2026
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી મહેશજી પતંગેનું અચાનક હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન :પુના ખાતે અંતિમવિધિ
તેમના નિધનથી સમાજ અને રાષ્ટ્રવાદી પરિવારમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી

વર્ષો સુધી જુનાગઢ વિભાગના પ્રચારક તરીકે સેવારત રહેલા તથા હાલ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી શ્રી મહેશજી પતંગેનું આજે બપોરે અચાનક હૃદયરોગના ગંભીર હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે .કાલે સવારે પુના ખાતે અંતિમવિધિ થશે
તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સંસ્કાર નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે સમર્પિત રહ્યું. તેમના નિધનથી સમાજ અને રાષ્ટ્રવાદી પરિવારમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
પરમ કૃપાળુ મહાદેવ દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા તેમના પરિવારજનો, સ્વજનો અને અસંખ્ય કાર્યકરોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
