News of Sunday, 6th September 2026
સુરતના કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કર્યું
દીકરીને પરત મેળવવા ભરતભાઈએ જયંતીભાઈનું અપહરણ કરાવ્યું :સીમાડા નાકા પાસે શક્તિવિજય સોસાયટીમાંથી જયંતીભાઈને માર મારી ઈકો કારમાં બળજબરીથી લઈ જવાયા

સુરતઃ કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. ભરતભાઈ મકવાણા અને તેમના પરિવારજનોએ જયંતીભાઈનું અપહરણ કર્યું હતું. જયંતીભાઈનો દીકરો અને ભરતભાઈની દીકરી પ્રેમલગ્ન કરવા ઘરેથી ભાગી ગયા હતા. દીકરીને પરત મેળવવા ભરતભાઈએ જયંતીભાઈનું અપહરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
સીમાડા નાકા પાસે શક્તિવિજય સોસાયટીમાંથી ગત રાત્રે આશરે 10 વાગ્યે જયંતીભાઈને માર મારી ઈકો કારમાં બળજબરીથી લઈ જવાયા હતા. પરિવારની જાણ બાદ કાપોદ્રા પોલીસે ટેકનિકલ મદદથી કોસંબા નજીક ધમરોડ ગામની હોટલના પાર્કિંગમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે જયંતીભાઈને સહીસલામત મુક્ત કરાવી ઈકો કાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
