News of Friday, 24th April 2026
વાવ પોલીસે 7 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો :મુખ્ય સૂત્રધાર સગીર સહીત ચાર આરોપીઓ ઝડપાયા
ચોરીનો મુખ્ય સૂત્રધાર ઘરનો જ સગીર ભત્રીજો નીકળ્યો:પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી: ચાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાવ તાલુકાના ભાટવરવાસ ગામે થયેલી રૂપિયા 7 લાખથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો વાવ પોલીસે ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર ઘટનામાં ચોરીનો મુખ્ય સૂત્રધાર ઘરનો જ સગીર ભત્રીજો નીકળ્યો પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં ચાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાવ તાલુકાના ભાટવરવાસ ગામના રહેવાસી રમેશ પ્રજાપતિ મુંબઈ ખાતે ટિફિન સેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ વર્ષમાં એકાદ વખત જ પોતાના વતનમાં આવે છે. તેમના ઘરની તિજોરીમાં સોના ચાંદીના દાગીના રાખવામાં આવ્યાહતા. જેની ચાવી તેમના પિતાજી પાસે રહેતી હતી. રમેશભાઈ તાજેતરમાં ઘરે આવ્યા ત્યારે તિજોરી ખોલતાં અંદર દાગીના ગુમ જોવા મળ્યા હતા.આથી તેઓએ વાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે ગત તા.1 નવેમ્બર 2025ના રોજ રમેશભાઈના ભાઈનો સગીર પુત્રએ દાદા પાસેથી પુસ્તકો લેવાના બહને તિજોરીની ચાવી મેળવી હતી. ત્યારબાદ તેણે તિજોરીમાંથી તમામ દાગીના ચોરી લીધા હતા અને ફરીથી તાળું મારી દીધું હતું. બાદમાં સગીરે તેના ત્રણ સાથીદારોની મદદથી આ દાગીના વાવની જવેલર્સ દુકાને વેચી નાખ્યા હતા.
વાવ પોલીસે મુખ્ય આરોપી સગીર, સહિત ત્રણ ને ઝડપી પાડ્યા સવજી. અમીરામભાઈ ઠાકોર, રમેશ લાધાભાઈ ઠાકોર, અને વેપારી દિનેશ વેંઝીયાને ઝડપી પાડ્યા હતા થરાદ DYSP એસ એમ વારોતરીયાએ જણાવ્યું હતું કે. ચારે આરોગ્ય ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવ્યા છે. ભત્રીજા સહિત ત્રણ લોકોએ ચોરીને કરી હતી જેમાં એક વેપારીએ ખરીદી કરી હતી જેમાં ચાર લોકોને ઝડપી પાડ્યા છે અને એક સુરેશ કાજાભાઈ ઠાકોર હાલ ફરાર છે અને તેને પકડા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
