<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

વંદેમાતરમનું અપમાન નથી કર્યું. વંદેમાતરમ ગીત ચાલતું હતું 1937માં નક્કી કરાયેલા વંદેમાતરમના ભાગ વખતે ઊભો હતો.

વંદેમાતરમના અપમાનના આક્ષેપો પર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સ્પષ્ટતા કરી

અમદાવાદ : વંદેમાતરમના અપમાનના આક્ષેપો પર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સ્પષ્ટતા કરી છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું, વંદેમાતરમનું અપમાન નથી કર્યું. વંદેમાતરમ ગીત ચાલતું હતું ત્યારે હું ઊભો હતો. 1937માં નક્કી કરાયેલા વંદેમાતરમના ભાગ વખતે ઊભો હતો. પાછળથી ઉમેરાયેલા શબ્દો વખતે ઊભો નહોતો. BJPએ વધારેલા ગીતના ભાગ વખતે ઊભો ન હોવાનો દાવો કર્યો હતો 

  ઈમરાન ખેડાવાલાએ કહ્યું, હું દેશને પ્રેમ કરું છું. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની વિચારધારા સાથે જોડાયેલો છું. કોંગ્રેસ સાથેની વિચારધારા અંગે ઈમરાન ખેડાવાલાનું નિવેદન. લોકસભા અને રાજ્યસભામાં પસાર થયેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો. 1937માં નક્કી થયેલું વંદેમાતરમ જેટલુ જ ગાવું જોઈએ. 1937નું વંદેમાતરમ ગાવું એ મારું વ્યક્તિગત સ્ટેન્ડ છે તેમ ખેડાવાલાએ જણાવ્યું હતુ. ઈબાદત ખુદાની છે અને દેશ માટે પ્રેમ પણ છે તેમ ખેડાવાલાએ જણાવ્યું હતું. મંદિર સહિતના શબ્દો મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર નથીતેમ ખેડાવાલાએ જણાવ્યું હતું.

(8:54 PM IST)