News of Wednesday, 15th July 2026
વડોદરામાં કરોડીયા-ઉંડેરા રોડ ઉપર કાર ખાડામા પડતા મનપાને રૂ. 8,00,940ની નુકસાનીની ભરપાઈ માટે ફટકારાઈ નોટિસ
ચેતવણી બોર્ડ, બેરિકેડ અને રિફ્લેક્ટર ન હોવાથી અકસ્માત સર્જાયો હોવાનો દાવો: ખાડામાં કાર પડતા કિયા સેલ્ટોસને ભારે નુકસાન થયાનો આક્ષેપ: 15 દિવસમાં વળતર નહીં ચૂકવાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી

વડોદરાના કરોડીયા-ઉંડેરા રોડ ઉપર થયેલા અકસ્માત મામલે વડોદરા મનપાને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. રોડ ખોદકામ દરમિયાન સલામતીના પગલાં ના રાખ્યાનો આક્ષેપ કરાયો છે. ચેતવણી બોર્ડ, બેરિકેડ અને રિફ્લેક્ટર ન હોવાથી અકસ્માત સર્જાયો હોવાનો દાવો કર્યો છે . ખાડામાં કાર પડતા કિયા સેલ્ટોસને ભારે નુકસાન થયાનો આક્ષેપ થયો છે કાર રિપેરિંગમાં રૂ. 4,00,940નો ખર્ચ થયાનો દાવો માનસિક યાતના અને અસુવિધા બદલ રૂ. 4 લાખ વળતરની માંગ કરવામાં આવી છે. કુલ રૂ. 8,00,940ની નુકસાનીની ભરપાઈ માટે મનપાને નોટિસ ફટકારવામાં આવી છે. 15 દિવસમાં વળતર નહીં ચૂકવાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને નોટિસ મોકલાઈ છે .
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
