News of Monday, 23rd November 2026
વડોદરાઃ તલસટથી ચાપડ તરફ જતા રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો : રૂ.1.32 કરોડના ખર્ચે બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આરોપ
બાંધકામની ગુણવત્તા અને અધિકારીઓની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ:કામગીરી દરમિયાન અધિકારીઓ અને TPIના કર્મચારીઓ સ્થળ પર હાજર રહેતા ન હોવાનો આક્ષેપ

વડોદરાઃ તલસટથી ચાપડ તરફ જતા રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. રૂ. 1.32 કરોડના ખર્ચે બની રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રોડના સાઈડ સોલ્ડરિંગમાં માટીને બદલે કચરો નાખવામાં આવતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. બાંધકામની ગુણવત્તા અને અધિકારીઓની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામગીરી દરમિયાન અધિકારીઓ અને TPIના કર્મચારીઓ સ્થળ પર હાજર રહેતા ન હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત બિનઅનુભવી લોકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનો પણ દાવો કરાયો છે. સ્થાનિકોએ અધિકારીઓની દેખરેખ હેઠળ ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાની માગ કરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
