<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

વડનગર-કહીપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વારઅકસ્માત:આંબાપુરાના બે પિતરાઈ ભાઈઓના કરૂણ મોત

મોટરસાઇકલ સવાર બંને યુવાનો સાસરીયામાં જતા હતા. સામેથી પૂરઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી

મહેસાણાના વડનગર કહીપુર રોડ પર અકસ્માતમાં 2 મોત. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં આંબાપુરાના બે પિતરાઈ ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા . પલ્સર મોટરસાઇકલ સવાર બંને યુવાનો સાસરીમાં જતા હતા. સામેથી પૂરઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી  વડનગર પોલીસે કાર ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધી. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી. 

  ખેરાલુ તાલુકાના આંબાપુરા ગામના રહેવાસી પ્રવીણજી વીરમાજી વલાજી ઠાકોર દ્વારા વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, વડનગર-કહીપુર રોડ પર સર્વિસ સ્ટેશન નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પ્રવીણજીનું પલ્સર મોટરસાઇકલ લઈને તેમનો પુત્ર નિકુલજી અને ભત્રીજો અશોકજી બંને જણા મલાવ ખાતે આવેલા તેમની સાસરીમાં જવા માટે નીકળ્યા હતા. બપોરે અઢી વાગ્યે પ્રવીણજીના સાઢુ ઠાકોર ગોવિંદજી અભુજીનો ફોન આવ્યો હતો કે, નિકુલ અને અશોક મલાવ આવતા હતા ત્યારે વડનગર-કહીપુર રોડ પર નારસંગાવીર મંદિરથી કહીપુર તરફ સર્વિસ સ્ટેશન નજીક રોડ પર એક ફોર વ્હીલર ગાડી સાથે તેમના મોટરસાઇકલનો અકસ્માત નડ્યો છે અને બંનેને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(6:18 PM IST)