<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અમરેલી, ભાવનગર સહીત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબકી શકે

અમદાવાદ :ગુજરાતમાં 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને 20 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે, અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(1:26 PM IST)