News of Sunday, 24th May 2026
ગાંધીનગરમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા અલગ અંદાજમાં :કેમ્પમાં મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમી વધાર્યો ઉત્સાહ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો

અમદાવાદ : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે આગામી એશિયન ગેમ્સ માટેની સિનિયર મહિલા નેશનલ કબડ્ડી કોચિંગ કેમ્પની ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરીને કબડ્ડી રમી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો અને ખાસ બાબત એ છે કે આ જ કેમ્પમાંથી આગામી એશિયન ગેમ્સ માટેની ફાઈનલ ભારતીય ટીમની પસંદગી થવાની છે; અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ટીમે ૨૦૨૩ની છેલ્લી એશિયન ગેમ્સમાં પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
