News of Wednesday, 15th July 2026
અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન: કહ્યું -તપાસ અંતિમ તબક્કામાં, ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ કહ્યું કે, તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી સામે આવશે. જો કે, તેનાથી જરૂરી છે કે સત્ય બહાર આવે. તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.

અમદાવાદ :કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રામ મોહન નાયડુ ધોલેરા એરપોર્ટની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે. તેનાથી પણ જરૂરી છે કે સત્ય બહાર આવે. તેમણે માહિતી આપતા કહ્યું કે, તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.
અમદાવાદમાં 12 જૂન, 2025 ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-171) મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ ગોઝારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 250 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાની તપાસને લઈ હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ધોલેરા એરપોર્ટની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ માહિતી આપતા કહ્યું કે, તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે. જો કે, તેનાથી પણ જરૂરી છે કે સત્ય બહાર આવે. તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
