News of Tuesday, 23rd June 2026
ઉમરપાડા ૨ ઇંચ, સાગબારા અને જલાલપોર ૧.૫ ઇંચ વરસાદઃ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થી હાશકારો વાતાવરણમાં ઠંડક પ્રસરી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ લાંબી પ્રતીક્ષા બાદ મેઘરાજા એ ગુજરાત માં એન્ટ્રી મારી છે, અને હવામાન ખાતા ની આગાહી અનુસાર કેટલાક જિલ્લા ઓમાં ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે. ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે,
હાલની સ્થિતિ અનુસાર દક્ષિણ-પヘમિ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર થી આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજે એટલે કે ૨૩ જૂન ના રોજ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ વરસાદી માહોલ રહેશે , તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લાઓ માં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મેઘગર્જના થવાની સંભાવના છે.
ફલડ કન્ટ્રોલ રૂમમાં પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના વિવિધ તાલુકાઓ માં નોંધાયેલા વરસાદ મુજબ ઉમરપાડા માં ૪૫ મિ.મી., સાગબારા અને જલાલપોર માં ૩૯-૩૯ મિ.મી., ઉકાઈમાં ૩૨ મિ.મી., વલસાડ માં ૩૦ મિ.મી., અરેઠમાં ૨૬ મિ.મી., અંબિકા માં ૨૫ મિ.મી., સોનગઢ માં ૨૦ મિ.મી., વઘઈ માં ૧૯ મિ.મી., જેસર, તલોદ અને ઉમરગામમાં ૧૭-૧૭ મિ.મી., ચીખડા અને કપરાડામાં ૧૬-૧૬ મિ.મી., સુરત શહેરમાં ૧૫ મિ.મી., લીંબડી, વાલોડ અને પારડીમાં ૧૪-૧૪ મિ.મી., ખેરગામ માં ૧૩ મિ.મી., વિછીયા, મહુવા અને ધરમપુર માં ૧૨-૧૨ મિ.મી., ગરુડેશ્વર, નવસારી અને વ્યારામાં ૧૧-૧૧ મિ.મી., ડોલવણ માં ૧૦ મિ.મી. વરસાદ નોંધાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ડોળ કરી બેઠા છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
