News of Sunday, 2nd August 2026
ડભોઇના બે ગામ હુજ પણ સંપર્ક વિહોણા :વાયાદપુર અને કડધરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો તદ્દન બંધ
વાયાદપુર અને કડધરા વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો : દેવ ડેમ અને ઢાઢર નદીના પૂરના પાણી ફરી વળ્યાં

વડોદરામાં ડભોઇના બે ગામ હુજ પણ સંપર્ક વિહોણા છે. ગઈકાલના પાણી હજુ ઉતર્યા નથી. દેવ ડેમ અને ઢાઢર નદીના પૂરના પાણીની અસર ગામમાં જોવા મળી છે. વાયાદપુર અને કડધરા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર નદી અને ડેમના પાણી ફરી વળતા રસ્તો તદ્દન બંધ થઈ ગયો છે. વાયાદપુર અને કડધરા વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ડભોઇ તાલુકામાં રસ્તાની સમસ્યાને કારણે બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
