<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

સુરતની ઈચ્છાપોર પોલીસે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને બિહારથી ઝડપી પાડ્યો

બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી જ્યારે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો. આરોપી ઝારખંડ, કર્ણાટક અને બિહારમાં છૂટક મજૂરી કરી પોલીસને સતત થાપ આપતો હતો

સુરતની ઈચ્છાપોર પોલીસે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે. કરણકુમાર રાજપૂત નામનો આરોપી નાણાંની લેતીદેતીની તકરારમાં રોહિતગીરી ગોસ્વામી નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. 

 અગાઉ આ કેસમાં વિવેકકુમાર અને વિકાસકુમાર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો. આરોપી ઝારખંડ, કર્ણાટક અને બિહારમાં છૂટક મજૂરી કરી પોલીસને સતત થાપ આપતો હતો. આખરે બાતમીના આધારે પોલીસે બિહારમાં વોચ ગોઠવી વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડતા પહેલાં પોલીસે વોચ ગોઠવ્યાનો વીડિયો પણ બનાવ્યો હતો.

(11:00 PM IST)