તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 26th July 2026
સુરતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા પણ પાછળ છોડેલી તારાજીએ વેપારીઓ અને રહેવાસીઓની કમર ભાંગી નાખી
માત્ર 15 દિવસમાં બે વખત આવેલા પૂરે લાખોનું નુકસાન કરી નાખ્યું અને લોકોને આર્થિક સંકટમાં ધકેલી દીધા:દર વર્ષની આ કાયમી સમસ્યા સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો

સુરત:શહેરમાં ખાડીપૂરની સમસ્યાએ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.પૂર ઓસર્યા બાદ સામે આવેલી તારાજીના દ્રશ્યો અત્યંત હચમચાવી નાખનારા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
ખાસ કરીને શાંતિકુંજ સોસાયટીમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બની હતી, જ્યાં લોકોના ઘરો અને દુકાનો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હતા. પૂરના પ્રચંડ પ્રવાહ અને ભરાયેલા પાણીના લીધે ઘરોમાં રહેલી કિંમતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, અનાજ અને ફર્નિચરને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણી ઓસરતા જ હવે સ્થાનિક લોકો અને દુકાનદારો દ્વારા પોતાના ઘર અને દુકાનોની સફાઈ હાથ ધરવામાં આવી છે, પરંતુ આખી જિંદગીની મૂડી નજર સામે ધોવાઈ જતાં લોકોની આંખોમાં આસૂ છે.
એક સ્થાનિક દુકાનદારે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસની અંદર શહેરમાં બે વખત ખાડીપૂર આવી ચૂક્યું છે, જેના કારણે વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. પૂરના પાણી ભરાવાથી પાંચથી સાત લાખ રૂપિયા સુધીનો મામાન પલળીને બરબાદ થઈ ગયો છે. આર્થિક કમર ભાંગી જતાં ધંધો પુનઃ ધમધમતો કરવા માટે મજબૂર થઈને પાંચ લાખ રૂપિયાની નવી લોન ઉપાડવી પડી છે. દર વર્ષે ચોમાસામાં કે ખાડી ઊભરાવાના કારણે સર્જાતી આ કાયમી સમસ્યા સામે સુરતવાસીઓ અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘરવખરીના સામાનના નુકસાન અને કાયમી ઉકેલના અભાવે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
