News of Friday, 2nd October 2026
સુરતની જાણીતી ઢોસા ચારકોલ ફૂડ ચેન પર DGGIના દરોડા : શહેરભરમાં ખળભળાટ
મોટા વરાછા, પાસોદરા, પુણાગામ, આઉટર રીંગરોડ અને કતારગામ સહિતની બ્રાન્ચ પર તપાસ, નાણાકીય વ્યવહારો અને દસ્તાવેજોની ચકાસણી : તહેવારો પહેલા ફૂડ ઈન્ડસ્ટ્રી સામે DGGIએ લાલ આંખ કરતા હોટેલિયર્સમાં ફફડાટ

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨ : સુરતની જાણીતી ફૂડ ચેન ઢોસા ચારકોલ પર ડાયરેક્ટરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા શહેરના હોટેલ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, DGGIની ટીમ દ્વારા મોટા વરાછા, પાસોદરા, પુણાગામ, આઉટર રીંગ રોડ અને કતારગામ સહિતની વિવિધ બ્રાન્ચ પર એક સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન નાણાકીય વ્યવહારો અને સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
તહેવારોના સમયગાળા પહેલા જ DGGIએ ફૂડ ઈન્ડસ્ટ્રી સામે લાલ આંખ કરતા શહેરના અન્ય હોટેલિયર્સ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. GST ચોરી કે ટેક્સ સંબંધિત ગેરરીતિ અંગે તપાસ હાથ ધરાઈ હોવાની પ્રાથમિક ચર્ચા છે, જોકે સત્તાવાર વિગતો હજુ બહાર આવી નથી.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
