News of Tuesday, 13th October 2026
સુરતમાં યુવક-યુવતીઓ પરંપરાગત ડ્રેસ પહેરીને માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી
યશ્વી નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબે ઘૂમવા ઉમટી પડ્યા

સુરતમાં આજે નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યશ્વી નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબે ઘૂમવા ઉમટી પડ્યા છે. યુવક-યુવતીઓ પરંપરાગત ડ્રેસ પહેરીને માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ભક્તિ, સંગીત અને ઉત્સાહના રંગે રંગાયું છે. ત્યારે આજે પૂર્વ મંત્રી પણ યશ્વી નવરાત્રીમાં ઉપસ્થિત રહી ગરબાની રમઝટમાં ધૂમ મચાવશે, જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
