<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સુરતમાં મેફેડ્રોન ડ્રગ વેચતા મુંબઇના આરોપીના જામીન મંજુર કરતી સુપ્રિમ કોર્ટ

ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ નિલય સુચક તથા આસ્‍થાબેન મહેતાની ધારદાર દલીલો સર્વોચ્‍ચ ન્‍યાયાલયે માન્‍ય રાખી

રાજકોટ, તા., ર૧: સુરતમાં પોલીસની બાતમીના આધારે ૨૦૨૪ માં સાત આરોપીની ધરપકડ કરવામાં આવતા આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ પકડાયેલું હતું. જેની એફ. આઈ. અર. નંબર ૧૧૨૧૦૦૬૧૨ ૪૦૧૯૨ ઓફ ૨૦૨૪, લાલગેટ પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ હતી. જેમાં મુંબઈના રહેવાસી હસન ઉર્ફે હસનબાવા હારુન શેખની ધરપકડ કરવામાં આવેલી હતી.

જે ધરપકડને આરોપી હસન ઉર્ફે હસનબાવા હારુન શેખ દ્વારા નામદાર સેસન્‍સ કોર્ટમાં તેમજ નામદાર હાઇકોર્ટમાં પડકારવામાં આવતા તેમની અરજી રીજેક્‍ટ કરવામાં આવેલી હતી.આરોપીના ઘરના વ્‍યક્‍તિઓ દ્વારા  હાઈકોર્ટના જજમેન્‍ટને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્‍જ કરવામાં આવ્‍યું હતું.  આરોપીના સગાઓએ  ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતેના જાણીતા એડવોકેટ નિલય સુચક દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્‍પેશ્‍યલ લીવ પીટીશન નંબર ૫૭૩૦ ઓફ ૨૦૨૬ દાખલ કરતા, કુ. આસ્‍થા મહેતા તેમજ નિલય સૂચકની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા સર્વોચ્‍ચ ન્‍યાયાલયે આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો

(3:56 PM IST)